Posts

"મધુરભર્યા સત્યની સંગાથે..."

માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !

માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !   સંતાન એ પરમાત્માનું એક અપ્રતિમ સર્જન છે. તે ચૈતન્ય છે યંત્રવત નથી એ વાત આજના માવતર સ્વીકારવા તૈયાર નથી. વર્તમાન સમયમાં ઓલ ઇન વનમાં માનનારા વાલીઓનું પ્રમાણ બેફામ વધી રહ્યું છે. “મારા બાળકને બધું જ આવડવું જોઈએ…!” વાલીઓ એવી ખોટી જિદ્દને વળગી બેઠા હોય છે. એમને બધા વિટામિન એક જ ફળમાંથી હડપી લેવા છે. એમની આશાઓ આકાશને આંબે એવડી હોય છે, એટલી ઊંચી કે વાસ્તવિકતા જમીન પર જ રહી જાય છે. પરમાત્માના સર્જનની ખાસ વાત એ છે કે એનું સર્જન ક્યારેય સંપૂર્ણ નથી હોતું. એ અધૂરું બનાવવામાં માનનારો સર્જક છે. હા… એ પૂર્ણતાને પામવાની શક્તિ અવશ્ય પ્રદાન કરે છે પરંતુ પ્રયાસ એના સર્જન પર છોડે છે. વર્તમાન સમયમાં વૃદ્ધાશ્રમ અને આત્મહત્યા જેવી કપરી સમસ્યાઓનો આંક સદંતર વધતો જાય છે એમાં મોટા અંશે માવતરનો હાથ છે. હજુ વસુંધરાના ખોળે પગ પણ ન મૂક્યો હોય અને તેના માતા-પિતા ‘મારું બાળક શું બનશે?’ એવો જબરદસ્ત એમ્બિશન ક્રિએટ કરી નાખતા હોય છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં એવી પણ શાળાઓ છે જ્યાં ગર્ભમાં પોષણ પામી રહેલા બાળકનું નામ શાળાના એડમિશનના વેઇટિંગ લિસ્ટમાં પડ્યું હોય અને ...

"......."

Image
       1979 માં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની ટીમ દ્વારા અથાગ પ્રયત્ને તૈયાર થયેલું SLV- 3 (Satellite Launch Vehicle) નું લોન્ચ ફેઈલ ગયું. તે વખતે સામાન્ય નાગરિકથી લઈને મીડિયા સુધીની નજર આ અસફળતા પર જ મંડરાયેલી હતી. એમાંય SLV- 3 ના પ્રોજેકટ ચેરમેન તરીકે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ હતાં એટલે આ ઘટનાથી કલામ વધારે નિરાશ થયા. એ વખતે ઈસરોના ચેરમેન અને ભારતીય ગણિતશાસ્ત્રી એવમ એરોસ્પેસ એન્જિનિયર પ્રો. સતીશ ધવને ડૉ. કલામ અને તેમની ટીમને હિંમત આપી અને ખભે હાથ મૂકી કહ્યું, " ચાલો બહાર મીડિયા અને જનતા આપણા જવાબની રાહ જોવે છે. " કલામ પોતે આ પ્રોજેક્ટના ચેરમેન હોવાને લીધે ડૉ. કલામ વધુ મૂંઝાયા. જનતાને શું જવાબ આપીશું..? મીડિયા વાળા કેવા કેવા પ્રશ્નો પૂછશે..? દેશ તરફથી મળેલી સંપત્તિનો શું જવાબ આપીશું..? આ આખીયે અસફળતાનું જવાબદાર કોણ..? પ્રો. સતીશ ધવન સાથે ડૉ. કલામ અને એમની ટીમ મીડિયા કોન્ફરન્સ સામે બેઠી. પત્રકારો અને લોકો બાજુથી પ્રશ્નનનો મારો છૂટ્યો... આ સફળતાનું જવાબદાર કોણ ?? દેશના પૈસા બારબાદ કરી નાખ્યા..!! વગેરે..વગેરે.... એ વખતે પ્રો. સતીશ ધવને હળવેક દઈને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની ...

શિરોમણી સરદાર || Sardar Patel

Image
" શિરોમણી સરદાર "         31 ઓક્ટોબર આવે ને આપણી અંદર સુતેલો દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિ અચાનક જાગી આવે. સરદાર સાહેબના સિદ્ધાંતોનું સ્ટેટસ- સ્ટોરીથી માંડી મોટા મોટા બેનરો લગાવી પ્રદર્શન કરવા લાગી પડીએ. સરદાર સાહેબની મૂર્તિ પર એક જ દિવસમાં ફૂલહારનો થર જામી જાય. ને 31 ઓક્ટોબર પછી......?? માફ કરજો મિત્રો, નાના મોઢે કડવી વાત થઈ ગઈ. પણ જરા હૃદય પર હાથ મૂકીને પોતાની જાતને પૂછીએ,- " સરદારના આદર્શો અને સિદ્ધાંતો આપણે આપણા આચરણ સુધી પહોંચાડી શક્યા છીએ ? કે પછી પ્રદર્શન સુધી જ રહી ગયા ?? "  " જે 31 ઓક્ટોબરે આપણી છાતી ગજ ગજ ફૂલે છે, એ વલ્લભભાઈની સરદાર સુધીની સફરનો અભ્યાસ આપણામાંથી કેટલાય કર્યો ?? " " જય સરદારના નારાઓ લગાવ્યા પછી, શું આપણે સરદારને સમજવાનો પ્રયત્ન કર્યો છે ?? " " ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ; બસ આટલા પૂરતું જ સીમિત છે, કે પછી લોખંડી પુરુષના કોમળ હૃદયને પણ વાંચવાનો પ્રયત્ન કર્યો છે ?? " છતાંય જો હૃદય સાચો જવાબ ન આપે તો આગળ આ પ્રશ્નો પણ પૂછજો - તો.... " હજુય દેશમાં સ્વચ્છતાનો અભાવ કેમ ?? "  " આ ભારત જેવાં પવિત્...

આઝાદી પછી પણ ગુલામી..?? || Independence day

Image
"આઝાદી પછી પણ ગુલામી..?? " न पूछो जमाने से क्या है हमारी कहानी , पहचान सिर्फ इतनी की हम है हिन्दुस्तानी।  ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારત દેશ આઝાદ થયો. આજે એ આઝાદીને ૭૬ વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો. ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે આપણા વીરપુરુષોએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું. 15 મી ઓગસ્ટ એટલે એ વીરપુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક શુભ અવસર.. આજથી ૭૬ વર્ષ પહેલા ભારતમાં રહેતો પ્રત્યેક નાગરિક સ્વતંત્ર થઈ ગયો; પરંતુ સૌ પોત પોતાના હૃદય ઉપર હાથ મૂકીને પ્રશ્ન પૂછો કે, " શું આપણે ખરેખર સ્વતંત્રત થઈ ગયા છીએ ?? " હું અને તમે બધાંય શારીરિક રીતે તો ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આઝાદ થઈ ચૂક્યાં. પરંતુ શું આપણને એવું નથી લાગતું કે હજુ પણ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના ગુલામ જ રહી ગયા. આજે આપણે ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, હરવા-ફરવાથી માંડીને રોજિંદી રહેણીકરણીમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનાં અનુકરણ પાછળ આંધળી દોટ મૂકી છે. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવતગીતામાં ચોક્કસપણે એમ કહ્યું છે કે परिवर्तन संसार का नियम है। પરંતુ આમ જોઈએ ને તો એટલું બધું પરિવર્તન પણ યોગ્ય ન કહેવાય કે આપણે આપણી સંસ્કૃત...

તસ્મૈ શ્રી ગુરુવે નમઃ || ગુરૂપૂર્ણિમા..

Image
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ  गुरूर्ब्रह्मा गुरूर्विष्णुः गुरूर्देवो महेश्वरः । गुरूर्साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः ।। ગુરુપૂર્ણિમા એટલે ગુરુઋણ માંથી મુક્ત થવાનો દિવસ. જીવનમાં જે પણ ઊંચાઈઓ સર કરી હોય એમાં ઘણા બધા લોકોનું ઋણ રહેલું હોય છે. એમાનું એક ઋણ એટલે ગુરુઋણ.. માતા-પિતા જન્મ આપે છે, જ્યારે ગુરુ જીવન આપે છે. પરમાત્મા સુધી પહોચવાની યાત્રામાં ગુરુ કડીરૂપ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :  तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया | उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन: ||4.34|| અર્થાત સદગુરુને શરણે જઈ સત્યને જાણવાનો પ્રયાસ કર. તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે. ભગવદ સંબંધી જ્ઞાન માટે ગુરુનું શરણ સ્વીકારવું શા માટે જરૂરી છે ? ઉપરોક્ત શ્લોકમાં બતાવ્યું એ મુજબ ગુરુએ જે સત્યને પોતામાં ઉતાર્યું છે, એ સત્યને જોવાનો અને જાણવાનો દ્રષ્ટિકોણ ગુરૂ જ આપી શકે છે. વાલીયા લુંટારાએ ચોરી, લૂંટફાટ જેવા અનેક કુકર્મો કર્યા હતાં પણ નારદજી જેવા સદગુરુના વચને એ બધાનો ત્યાગ કરી પ...

પપ્પા એટલે..?? || Father's DAY Special

Image
  પપ્પા એટલે..?? જે છત નીચે આજે સુરક્ષિત રહો છો, મજા કરો છો, સુખ- ચેનનો અનુભવ કરો છો એ ઈમારતનો પાયો એટલે પપ્પા.. પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે! દરેક તહેવાર અને પ્રસંગોમાં ઘરમાં જેની સૌથી છેલ્લે એન્ટ્રી થાય એ પપ્પા.. પપ્પા એટલે પીપળાનું વૃક્ષ; સૈાથી વધુ ઓક્સિજન આપે છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ કે શાકભાજી માટે ગાડી પાછી વાળે એ પપ્પા..  ગંજીફામાં જોકર પાનું એટલે પપ્પા.. ઘરમાં પગ મૂકતાં જ આપણી ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા..  પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા વડીલ કે જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે. દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવારથી સાંજ સુધી વાટ જોવી પડે અને દીકરીની વિદાય વખતે જેને શોધવા જવા પડે એ પપ્પા.. દીકરીની વિદાય વખતે પપ્પા કદાચ એટલે જ આઘા-પાછા થઈ જતા હશે. કારણ કે એકવાર આ લાગણીઓરૂપી અશ્રુબંધ તૂટે તો પછી શહેરના શહેર...