"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ...

આઝાદી પછી પણ ગુલામી..?? || Independence day


"આઝાદી પછી પણ ગુલામી..?? "


न पूछो जमाने से क्या है हमारी कहानी ,

पहचान सिर्फ इतनी की हम है हिन्दुस्तानी। 


૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારત દેશ આઝાદ થયો. આજે એ આઝાદીને ૭૬ વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો. ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે આપણા વીરપુરુષોએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું. 15 મી ઓગસ્ટ એટલે એ વીરપુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક શુભ અવસર..


આજથી ૭૬ વર્ષ પહેલા ભારતમાં રહેતો પ્રત્યેક નાગરિક સ્વતંત્ર થઈ ગયો; પરંતુ સૌ પોત પોતાના હૃદય ઉપર હાથ મૂકીને પ્રશ્ન પૂછો કે, " શું આપણે ખરેખર સ્વતંત્રત થઈ ગયા છીએ ?? " હું અને તમે બધાંય શારીરિક રીતે તો ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આઝાદ થઈ ચૂક્યાં. પરંતુ શું આપણને એવું નથી લાગતું કે હજુ પણ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના ગુલામ જ રહી ગયા. આજે આપણે ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, હરવા-ફરવાથી માંડીને રોજિંદી રહેણીકરણીમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનાં અનુકરણ પાછળ આંધળી દોટ મૂકી છે.


ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવતગીતામાં ચોક્કસપણે એમ કહ્યું છે કે परिवर्तन संसार का नियम है। પરંતુ આમ જોઈએ ને તો એટલું બધું પરિવર્તન પણ યોગ્ય ન કહેવાય કે આપણે આપણી સંસ્કૃતિને જ ભૂલી જઈએ. કોઈ પણ ગ્રંથમાં ક્યાંય એવું નથી લખાયું કે તમે તમારી મૂળ અને વારસાઈ પરંપરાગત સંસ્કૃતિને ભૂલીને પરિવર્તન તરફ પ્રયાણ કરો.

 

આપણને આપણા દેશનું ગૌરવ હોવું જોઈએ. હું માં ભારતીના ગોદનું સંતાન છું. હું એ ધરતીનું સંતાન છું જ્યાં મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, લાલા લજપતરાય જેવા મહાપુરુષોએ હસતા મુખે શહીદી વહોરી લીધી. આપણને ગૌરવ હોવું જોઈએ કે હું એ દેશનું સંતાન છું કે જ્યાં નાનો એવો ભગતસિંહ એમ કહેતો હોય કે પિતાશ્રી મારે આ જમીનમાં બંદૂક ઉગાડી એ બંદૂકથી આપણા દેશમાંથી અંગ્રેજોને ભગાડવા છે. અને ભર જુવાનીમાં હસતા મુખે માં ભોમની રક્ષા કાજે ત્રણ- ત્રણ જુવાનો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ફાંસીના ફંદાને સ્વીકારી લે. આ બધા મહાપુરુષોને વતન પ્રત્યે કેટલો પ્રેમ હશે !! 


दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए..।


અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન જ્યારે ભારત આવ્યા ત્યારે તેમની માતાને પૂછ્યું, " માં હું આપની માટે ભારતથી શું લાવુ ? " ત્યારે તેમની માતાએ કહ્યું, " મારા માટે હલ્દીઘાટીના મેદાનની માટી લેતો આવજે..!" 


એક કવિએ સરસ કહ્યું છે ,

" જુદી તાસીર છે આ ભારતની ધરતીની

જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે છે,

અને જનક જેવા જો હળ હાંકે તો

હજુ પણ આ ધરતીમાંથી સીતા નીકળે છે.."


આપણા ભારત દેશના નારીત્વની એ તાકાત છે કે જીજાબાઈ જેવી માતા છત્રપતિ શિવાજી મહારાજ જેવા વીર પુત્રને જન્મ આપી શકે છે. આ એ જ ભારત છે જેને આખાય વિશ્વને યોગ જેવી પવિત્ર સંસ્કૃતિનો રાહ ચીંધ્યો. 


જે દેશને સરદાર સાહેબ જેવા લોહપુરુષનું સાનિધ્ય મળ્યું હોય એ દેશનો નાગરિક નમાલો ન હોઈ શકે. આજે આપણા દેશને કર્તવ્યનિષ્ઠ આદર્શ યુવાનોની જરૂર છે. ટૂંકમાં કહું તો, इस देश को अजमल कसाब नहीं बल्कि अब्दुल कलाम चाहिए।


અંતમાં એટલું જ કે જેના કારણે આપણે ઘરમાં સુરક્ષિત નિર્ભયતાથી હળવાશથી રહી શકીએ છીએ એનો તમામ શ્રેય જો કોઈને જતો હોય તો એ ભારતીય સરહદ પર ઉભેલા આપણાં ઇન્ડિયન આર્મીના જવાનોને જાય છે.


ભલે આપણે દેશ માટે દુશ્મનોની ગોળી છાતીમાં ન જીલી શકીએ પરંતુ આપણે મેડ ઈન ઈન્ડિયાની વસ્તુનો ઉપયોગ કરી દેશને ઉપયોગી તો બની જ શકીએ. આપણે આપણા દેશને સ્વચ્છ બનાવવો છે તો શરૂઆત ખુદથી કરીએ. હું કરીશ તો બીજા એક કદમ સ્વચ્છતા કી ઔર આગળ વધશે. ભલે આપણે બહાર પડેલો કચરો વીણીને કચરાપેટીમાં ન નાખી શકીએ પણ આપણે આપણો કચરો તો કચરાપેટીમાં નાખી જ શકીએ. 

તો ચાલો, હવે રાહ શેની...?? 


જેને જેને પણ માં ભોમની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ હોમી દીધું છે એમના ચરણોમાં શત શત વંદન સહ એટલું તો ચોક્કસપણે કહીશ કે તમે સેવેલાં અંખડ ને આદર્શ ભારતના સ્વપ્નને અમે સૌ સાથે મળી સાકાર કરીશું ને ભારતને દુનિયાનો નંબર વન દેશ બનાવીશું.


" आज तिरंगा लहराता है अपनी पुरी‌‌ शान से

हमें मिली आजादी वीर शहीदों के बलिदान से। "


- जय हिन्द 



~ MEET BHAGAT 

Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

"......."