ડિયર ડાયરી || Latter to Diary

ડિયર ડાયરી, આજે તારા જ પાને તને સંબોધીને પત્ર લખી રહ્યો છું. તારા પેજને શબ્દોથી શણગારવું કોને ન ગમે! તું ખરેખર વિશાળ હ્રદયની છે. તું બધાયની સારી-નરસી વાતો પચાવી જાણે છે. અને કદાચ એટલે જ તું લોકોનું પ્રિય પાત્ર છું. શ્રીમદ ભગવદ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞતાનો ગુણ સિદ્ધ કરવાની વાત કરી છે તે ગુણ તને ગળથૂથીમાં મળેલો છે. કેમ કે તારામાં કોઈ પ્રેમનું નિરૂપણ કરે કે વિરહનું, તારો રંગ રંચ માત્ર બદલાતો નથી. મારે તને એક વાત પૂછવી છે – “લોકો પોતાની વાતો તને કહે છે. તું દરેકની વાતો સાચવીને રાખે છે પરંતુ તું તારી વાતો કોને કહે છે? શું તને ક્યારેય હૈયું હળવું કરવાનું મન નથી થતું? કોઈ ભારેખમ ભાવ વાળો શબ્દ તારા સુંવાળા પેજ પર આલેખી દે તો તને તે લાગણીઓનો વજન નથી લાગતો? તું એ લાગણીભીના શબ્દોને સમજી શકે છે ખરા?” લાગે છે કે ખાલી થવું તારા સ્વભાવમાં જ નથી. તે મનુષ્ય કરતા પણ ચડિયાતી મહાનતા આત્મસાત કરી છે. મને કોઈ પૂછે કે જ્ઞાનનો અખૂટ ભંડાર કોની પાસે છે? દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાની કોણ છે? તો હું એક જ શબ્દમાં પ્રત્યુત્તર આપું – ‘ડાયરી!’ કારણ કે તારી પા...
Comments
Post a Comment
Thanks for comments