Posts

Showing posts with the label different friendship.

"મધુરભર્યા સત્યની સંગાથે..."

માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !

માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !   સંતાન એ પરમાત્માનું એક અપ્રતિમ સર્જન છે. તે ચૈતન્ય છે યંત્રવત નથી એ વાત આજના માવતર સ્વીકારવા તૈયાર નથી. વર્તમાન સમયમાં ઓલ ઇન વનમાં માનનારા વાલીઓનું પ્રમાણ બેફામ વધી રહ્યું છે. “મારા બાળકને બધું જ આવડવું જોઈએ…!” વાલીઓ એવી ખોટી જિદ્દને વળગી બેઠા હોય છે. એમને બધા વિટામિન એક જ ફળમાંથી હડપી લેવા છે. એમની આશાઓ આકાશને આંબે એવડી હોય છે, એટલી ઊંચી કે વાસ્તવિકતા જમીન પર જ રહી જાય છે. પરમાત્માના સર્જનની ખાસ વાત એ છે કે એનું સર્જન ક્યારેય સંપૂર્ણ નથી હોતું. એ અધૂરું બનાવવામાં માનનારો સર્જક છે. હા… એ પૂર્ણતાને પામવાની શક્તિ અવશ્ય પ્રદાન કરે છે પરંતુ પ્રયાસ એના સર્જન પર છોડે છે. વર્તમાન સમયમાં વૃદ્ધાશ્રમ અને આત્મહત્યા જેવી કપરી સમસ્યાઓનો આંક સદંતર વધતો જાય છે એમાં મોટા અંશે માવતરનો હાથ છે. હજુ વસુંધરાના ખોળે પગ પણ ન મૂક્યો હોય અને તેના માતા-પિતા ‘મારું બાળક શું બનશે?’ એવો જબરદસ્ત એમ્બિશન ક્રિએટ કરી નાખતા હોય છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં એવી પણ શાળાઓ છે જ્યાં ગર્ભમાં પોષણ પામી રહેલા બાળકનું નામ શાળાના એડમિશનના વેઇટિંગ લિસ્ટમાં પડ્યું હોય અને ...

એક અનોખી દુશ્મની...! DEAR દુશ્મન..

Image
  " એક અનોખી દુશ્મની " DEAR દુશ્મન...! `એવી તે વળી કેવી દુશ્મની...?' આ શીર્ષકનું નામ વાંચતાની સાથે તમને પણ આ પ્રશ્ન જરૂર થયો હશે.  દુશ્મન શબ્દ એ દોસ્તનો વિરુદ્ધાર્થી શબ્દ છે. સામાન્યતઃ આપણે જોયું કે અનુભવ્યુ હશે. દુશ્મનીમાં એકબીજા પ્રત્યે ઘૃણા ને નફરતનો ભાવ વધારે રહેલો હોય છે. કદાચ કુદરતના કમનસીબે બંને એકબીજા સામે મળી પણ જાય તો આંખો કરડી કરી મોં ફેરવી નાખતા હોય છે. ક્યારેક અચાનક કોઈ પ્રસંગે વર્ષો પહેલાંના દુશ્મનને વર્ષો પછી મળવાનું થાય ત્યારે બધાની સામે પોતાની દુશ્મની (નફરતનો ભાવ) છુપાવવાની કોશિશ બંને તરફથી થતી હોય છે ત્યાં વળી મોટો પ્રશ્ન એ ઊભો થાય, પોતાના દુશ્મનની સામે જઈને બધાની વચ્ચે વાત કરવાની શરૂઆત કયા મોઢે (એંગલથી) કરવી ? આ બધા દ્રશ્યો માનવીના આમ જીવનમાં મેં અને તમે સૌ કોઈએ અવશ્ય નિહાળ્યાં હશે. પણ આજે વાત કરવી છે એક સાવ અનોખી દુશ્મનીની. કદાચ તમને પણ આવી દુશ્મની ભાગ્યે જ જોવા મળી હશે. કે જે દુશ્મનીમાં નફરતની પાછળ પ્રેમ અને ઘૃણાની પાછળ હિત છુપાયેલું હોય. ચાલો.. જરા ડોકિયું તો કરીએ એવા પ્રસંગમાં. મહેશ અને ખગેશ નામના બે પાક્કા ભાઈબંધ હતા. બાળપણમાં સાથે રમેલા, સાથે જમેલ...