"મધુરભર્યા સત્યની સંગાથે..."

સંધ્યા સંગાથે || Evening

Image
"સંધ્યા સંગાથે" જ્યારે હિરણ્યકશિપુની તપશ્ચર્યાથી ભગવાન તેના પર પ્રસન્ન થયા ત્યારે તેણે અમરત્વ પ્રાપ્ત કરવા એવું વરદાન માંગેલુ કે, “દિવસે ન મરું, રાતે ન મરું, લીલે ન મરું, સૂકે ન મરું, લાકડાથી ન મરું, લોખંડથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, પશુ-પક્ષીથી ન મરું…. વગેરે વગેરે માંગણીઓ વરદાનમાં મૂકી. ભગવાને કહ્યું, “તથાસ્તુ!” જેમ હિરણ્યકશિપુ ભૂલી ગયો તેમ કેટલાક કોર્પોરેટ પર્સન પણ ભૂલી જાય છે કે ચોવીસ કલાકના આઠ પ્રહરમાં સંધ્યા જેવો પણ એક સમય હોય છે. દિવસ અને રાતનું મિલન થતો નજારો જોવાનું કેટલાકના ભાગ્યમાં લખાયું જ નથી હોતું. સવારે કામ રાતે આરામ અને સમય મળે ત્યારે પેટપૂજા. એ લોકોને ચાર દિવાલો વચ્ચેની હવા વધુ માફક આવી ગઈ હોય છે.  સંધ્યા અર્થાત સંધિ થવી. સંધ્યા એ મિલનનો પર્યાય છે કેમ કે તેનું સર્જન પ્રભાત અને રજનીના મિલનનું કેન્દ્ર છે. દિવસ ઉગતે સૂરજ એકદમ તાજગીના મિજાજમાં હોય છે, આપણી પજવણીના કારણે બપોર પડતા લાલઘૂમ થઈ જાય અને સાંજ પડતા એ બધું જ ભૂલીને એકદમ શાંત ને નિર્મળ થઈ જાય. જીવાત્મા માંહે ત્યાગ અને વૈરાગ્ય ઉદય થવામાં સંધ્યા મુખ્ય ભાગ ભજવે છે. સમી સાંજનો સમય જિંદગી...

પપ્પા એટલે..?? || Father's DAY Special

 


પપ્પા એટલે..??


જે છત નીચે આજે સુરક્ષિત રહો છો, મજા કરો છો, સુખ- ચેનનો અનુભવ કરો છો એ ઈમારતનો પાયો એટલે પપ્પા..

પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે!

દરેક તહેવાર અને પ્રસંગોમાં ઘરમાં જેની સૌથી છેલ્લે એન્ટ્રી થાય એ પપ્પા..

પપ્પા એટલે પીપળાનું વૃક્ષ; સૈાથી વધુ ઓક્સિજન આપે છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ કે શાકભાજી માટે ગાડી પાછી વાળે એ પપ્પા.. 

ગંજીફામાં જોકર પાનું એટલે પપ્પા..

ઘરમાં પગ મૂકતાં જ આપણી ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા.. 

પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા વડીલ કે જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે.

દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવારથી સાંજ સુધી વાટ જોવી પડે અને દીકરીની વિદાય વખતે જેને શોધવા જવા પડે એ પપ્પા.. દીકરીની વિદાય વખતે પપ્પા કદાચ એટલે જ આઘા-પાછા થઈ જતા હશે. કારણ કે એકવાર આ લાગણીઓરૂપી અશ્રુબંધ તૂટે તો પછી શહેરના શહેર એમાં તણાઈ જાય. દીકરી સાસરે જાય અને પપ્પા નામના આ વૃક્ષમાં અચાનક જ પાનખર બેસી જાય. સાંજનો સુરજ એમણે પહેરેલા ચશ્મામાં માંથી પણ ધૂંધળો દેખાય. પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાંધતું નથી.

જેને સૌથી વધુ તડકાં વેઠયાં હોય અને કડકડતી ઠંડીમાં પણ જે સૌથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય એ પપ્પા..

ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પાને માટે જ થયું હશે; કારણ કે પપ્પા જેટલી વાટ ઘરમાં કોઈની જોવાતી નથી!

આપણી સેલ્ફી સારી આવે એનાં માટે આખા દિવસનો થાક અને ટેન્શન ગૌણ કરી ચેહરા પર સ્માઈલ રાખે એ પપ્પા..

પપ્પા એટલે જેના ખભ્ભે બેસીને મેળો પણ જોઈ શકાય અને શેરબજારમાં ડૂબી જઈએ તો એના ખભ્ભે રડી પણ શકાય.

હું તો કહીશ કે પપ્પા એટલે વિશ્વના સૌથી બેસ્ટ અભિનેતા. ક્યારેક ડ્રાઇવર બની જાય તો ક્યારેક પ્લમ્બર. ક્યારેક કુલી બની જાય તો ક્યારેક સંતાનનો ઘોડો. પરિસ્થિતિ પ્રમાણે પાત્ર ભજવે એ પપ્પા..

ભલે સરહદ પર નથી હોતા પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હૂંફ અને સલામતી અનુભવે છે.

કવિઓથી માંડી તત્વચિંતકો અને લેખકોની કલમે માં વિશે સાહિત્યમાં ઘણું બધું જ લખાયું છે અને લખાતું પણ રહેશે પણ પિતા વિશે કેટલું લખાયું ? બહુ જ જૂજ..! કારણ , માં તો ક્યારેક બાળકને ભેટીને રડી પણ લે અને હસી પણ લે; પરંતુ પિતા બાળકના ભવિષ્યની ચિંતાથી માંડી, ભૂતકાળના સ્મરણો અને વર્તમાનનો પ્રેમ હ્રદયની ડાબલીમાં રાખી મૂકે છે. મોકો મળે તો મારે માનવસર્જકને પૂછવું છે કે તે પિતામાં અભિવ્યક્ત થવાની કળા, ખાલી થવાની કળા કેમ નથી મૂકી...?

પપ્પા… લાગણીનો ઘૂઘવતો દરિયો. પણ એ લાગણી નદીની જેમ વહેતી ન હોય. એની લાગણી સમજવાં માટે એની વજ્ર જેવી છાતીને ચીરીને એનાં હ્રદય સુઘી પહોંચવુ પડે. 

પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા. એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું. એની કમર દુ:ખાવાની કે હ્રદયમાં દુ:ખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોચતી એટલે પપ્પા આપણને હંમેશા ફિટ લાગે છે. પણ....!! કેટલાય હરતાં-ફરતાં પપ્પાઓ સવારે ઉઠતાં નથી ત્યારે એમનાં પરિવારજનોને એમની સાથે ઘણી બધી વાતો કરવાની રહી જાય છે. એનાં સાઈલેન્ટ અટેક પાછળ કયાં ઘોંઘાટ જવાબદાર હશે, શી ખબર ??

પપ્પા એટલે હે રામ સુધીની એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એના અંતિમ વિસામા પછી જ આંકી શકાય. 

...પપ્પા... એ દેખાતું ઘર નથી પણ ન દેખાતો ઈમારતનો પાયો છો. પપ્પા પુષ્પ નથી, સુગંધ છે. પપ્પા રસ્તો નથી, સાઈન બોર્ડ છે.

જ્યારે નાના હોઈએ ત્યારે સ્કૂલબેગ અને કંપાસથી માંડી કપડાં સુધી પપ્પાએ કરેલું સિલેક્શન જ આપણને પરફેક્ટ લાગતું પણ જુવાનીમાં ડગ માંડતા જ પપ્પાની ભલામણ અને ટકોરો ટોર્ચર લાગવા માંડે ! પપ્પા.. તમને આમાં કાંઈ ખબર ના પડે તમે ચુપ રહો. આ તે વળી કેવી મેચ્યોરિટી ??

માટે , એમને માટે કયારે પણ એમ શબ્દ ન વાપરતા કે, તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો..!! મહેરબાની કરજો એ પપ્પા પર !! ફરજ રૂપે !! હંમેશા માન-સન્માન આપજો. કેમ કે પોતે રાજા ન હોવા છતાં પોતાનાં સંતાનને રાજકુંવર બનાવીને રાખવાની છાતી પપ્પા પાસે જ છે. 

જેમ સૃષ્ટિમાં દરેક જીવ, પ્રાણી, પદાર્થ માત્રનો પડછાયો છે. એમ જ્યાં સુધી કાચી માટીના પૂતળામાં શ્વાસ ચાલે છે ત્યાં સુધી ખભ્ભા પર જન્મદાતા પપ્પાનો હાથ છે અને શ્વાસ અટક્યાં પછી માથે પરમપિતા પરમેશ્વરનો હાથ છે. આખરે તો બંને હાથ બાપના જ ને ! તો પછી ભય શેનો..?? 


અંતમાં, એક કવિની કલમે આલેખાયેલ કવિતાની પંક્તિઓ પિતાના ચરણોમાં અર્પણ..


पिता एक उम्मीद है, एक आस है, परिवार की हिम्मत और विश्वास है।

बाहर से सख्त, अंदर से नरम है, उसके दिल में दफन कई मर्म है।

पिता संघर्ष के आंधियों में हौसलों की दीवार है, परेशानियों से लड़ने को दो धारी तलवार है।

पिता बचपन में खुश करने वाला खिलौना है, नींद आए तो पेट पर सुलाने वाला बिछौना है।

पिता जमीर है, जागीर है जिसके पास यह है वह सबसे अमीर है।

पिता सपनों को पूरा करने में लगने वाली जान है, इससे परिवार की पहचान है।



~ MEET BHAGAT 

Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

"......."