"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

Deal with Depression || સ્ટ્રેસની સારવાર..!


સ્ટ્રેસની સારવાર..! 

Deal WITH Depression 


દસ વર્ષના છોકરાથી લઈને 80-90 વર્ષના વયોવૃદ્ધ પણ ડિપ્રેશનનો શિકાર બનેલા હોય છે. એમાંય ખાસ કરીને તો 15 થી 30 વર્ષના યુવાનો ડિપ્રેશનના કેન્દ્રબિંદુએ છે. હાલમાં હાર્ટએટેકના ઘણા બધા કેસ ફક્ત ડિપ્રેશનના કારણે જ બની રહ્યા છે.


ડિપ્રેશન..., સ્ટ્રેસ... શું છે આ બધું ??

એક વાત તો નક્કી જ છે. ડિપ્રેશન એ આજકાલ જન્મેલો એક માનસિક રોગ છે. બાકી તમે ક્યાંય એવું નહીં સાંભળ્યું હોય કે આપણા વડવાઓ, દાદા-દાદીઓ જરા અમથી મુસીબતને કારણે લમણે હાથ દઈને ડિપ્રેશનમાં કે સ્ટ્રેસમાં વયા ગયા હોય..!

આપણી જડતાપૂર્વકની માન્યતાઓનું તૂટવું અને ડિપ્રેશનનું જનમવું..
કોઈ કાર્ય યા તો વ્યક્તિ પાસેથી હદ કરતાં વધારે એક્સપેકટેશન્સ રાખી હોય અને એ પૂરી ન થાય ત્યારે સ્ટ્રેસ સરી પડે છે.
સ્ટ્રેસનું બીજ અંકુર ફૂટી ડિપ્રેશનનું ભયાનક રૂપ ધારણ કરે છે.
અમુક મળેલી નિષ્ફળતાઓ, કપરી પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓથી કંટાળી જઈ નિરાશ થઈ પોતાની જિંદગીનો વાંક કાઢે. પોતાને સૃજવા બદલ સર્જનહારને ધિક્કારે. મારી સાથે જ કેમ આવું થાય છે ?? આઈ હેટ યુ લાઈફ !!

..... અને અંતે સ્ટ્રેસ અને ડિપ્રેશનની જાળમાં એટલો બધો ગૂંચવાઈ ગયો હોય કે છેલ્લે એને એક જ રસ્તો નજરે ચડે.. સુસાઇડ !! 

Why..?????

• આજકાલના કહેવાતા કિશોરો અને યુવાનોમાં સહનશક્તિની ઊણપ જોવા મળે છે. 
માતા-પિતા શિક્ષકો કે વડીલોથી કાંઈક વધારે કહેવાય ગયું હોય અથવા એના હિતમાં થોડાક સૂચનો કર્યા હોય, જરૂર પડયે ક્યાંક કઠોર થવું પડ્યું હોય તો સીધો જ રેલ્વેનો પાટો કે પછી પંખો ને દોરડું ગોતી જિંદગી ટૂંકાવી દે. એના મનમાં એમ હોય, " મને કોઈ કહી શેનું જાય ? મને સલાહ આપવાવાળા, મને ટોકવાવાળા તમે કોણ..?" લ્યો કરો વાત ! અલ્યા, માટીમાંથી માટલું બનવા માટે ઘણું બધું સહનકરવું પડે વા'લા..!

• અભિવ્યક્ત થવાની કળા ઘટતી જાય છે. 
મેચ્યોર્ડ ગણાતા યુવાનો ખુલીને પોતાના માતા-પિતા, દાદા-દાદી કે અંગત વ્યક્તિ સાથે ખુલીને વાત નથી કરી શકતા. પોતાના પ્રોબ્લેમ્સ કોઈ વિશ્વાસુ સાથે શેર નથી કરી શકતા, અંદરો અંદર ગૂંગળાયા કરે છે. જસ્ટ ઇમેજિન, તમારા માથા પર ૧૦ કિલો વજન વાળું એક પોટલું મૂકીને ૩ કિ.મી. ચાલતાં જવાનું હોય તો..? અને એમાં રસ્તામાં કોઈ તમારો ૫ કિલો વજન લઈ લે પછી તમે કેવા હળવા થઈ જાવ ?? એટલે હૈયું ખાલી કરવા તમારી પાસે કોઈક વિશ્વાસપાત્ર દિલ હોવું જોઈએ જેની સામે તમે ખૂલીને વાત કરી શકો. મનનો ભાર હળવો કરી શકો.

• અસંતોષ. 
અમુક લોકો ભગવાને શું આપ્યું છે ? એના કરતાં ભગવાને શું નથી આપ્યું ?? એમાં જ રચ્યાં-પચ્યાં રહેતા હોય છે. દેખા-દેખી ને સરખામણી... બાજુવાળા પાસે હેલિકોપ્ટર છે અને મારી પાસે તો ફક્ત મર્સિડિઝ કે BMW જ છે!! અરે હરિના લાલ ! ક્યારેક બીજી બાજુ સાઈકલવાળાને જોઈ ભગવાનનો આભાર માન કે તારી પાસે આટલી મોટી કિંમતની ગાડી તો છે.

• આધ્યાત્મિકતાની ઉણપ. 
આજકાલ માણસે ભૌતિકતા, ધન-સંપત્તિ ને પ્રોપર્ટી પાછળ આંધળી દોટ મૂકી આધ્યાત્મિકતાને સાવ નેવે મૂકી દીધી છે. છેતરપિંડી કરી વધુ નફો કેમ કમાવવો ? બીજાને શી રીતે પાછા પાડવા ?.. આજ ધૂનમાં મગ્ન રહેવાનું. કોઈનું સારું થતું જોઈ ન શકે, એટલી હદે ઈર્ષા હોય. અમુક લોકો એવું માનીને જીવતા હોય, "ભગવાન જેવું કાંઈ આ દુનિયામાં છે જ નહિ. પૂજા, પ્રાર્થના, તિલક-ટીકા આ બધું શું છે..?? મર્યા પછી કોને કાંઈ જોયું છે!! આ બધું ટાઈમ વેસ્ટ છે.." આધ્યાત્મિકતામાં અઢળક ઊર્જાનો સ્ત્રોત સમાયેલો હોય છે. દરરોજ નિત્ય ભગવાનના મંદિરે જવાથી, સવાર સાંજ પરમાત્મા પાસે હાથ જોડી પ્રાર્થના કરવાથી આપણી અંદર એક દિવ્ય શક્તિનો સંચાર થાય છે. એ દિવ્યશક્તિ આપણને હકારાત્મકતા અને આશાની ઊર્જા પૂરી પાડે છે. આ વાત વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઈ ચૂકેલી છે. 

• પ્રકૃતિ અને પરિવારથી અડગા. 
આખો દિવસ કામ કામ ને કામ, પૈસો પૈસો ને પૈસો.. ઘણા લોકો એક જ ઘરમાં રહેતા હોવાં છતાં પણ પોતાના સંતાનો સાથે પ્રત્યક્ષ વાત રવિવાર જ થઈ શકતી હોય બાકીના દિવસ તો સવારે નોકરીએ જાય ત્યારે બાળકો સૂતાં હોય અને રાત્રે પરત આવે ત્યારે પણ બાળકો સૂઈ ગયા હોય. રવિવારે રજાના દિવસે ચાર આંખો માંડ મળે, આટલી વ્યસ્તતા..!
ઘરમાં પરિવારના સભ્યો સાથે મહિનામાં માંડ એક-બે વાર ભોજન કરવાનું થાય. બાકીના દિવસો બહાર ન ખાવાનું જે તે ખાધા કરે.. ગુજરાતીમાં કહેવત છેને "જેવું અન્ન તેવું મન. " તમે જ કહો, આમાં મન અને તન ક્યાંથી સારું રે'..?
ક્યારેક પ્રકૃતિની બીચમાં જઈ શાંતિથી શ્વાસ લેવાનો પણ ટાઈમ ન હોય તો પ્રકૃતિના સૌંદર્યને નિહાળવાનું તો આખી જિંદગી શક્ય જ ન બને. એ લોકોને દાદા-દાદી, મમ્મી-પપ્પા,ભાઈ-બહેન,પત્ની કે બાળકો સાથે બેસીને હળવો આનંદ મરણ પથારીએ પડ્યા પછી જ પોસિબલ થાય !

• ક્ષમા. 
જે જતું કરી શકે છે એ જ જીવી શકે છે. જસ્ટ ઈમેજીન, એક પાણીનો ભરેલો ગ્લાસ સતત ચાર કલાક સુધી હાથમાં પકડી રાખીએ તો શું હાલત થાય ? અને એ ગ્લાસ મૂકી દીધા પછી કેવા હળવા થઈ જવાય ?? એમ કોઈની ભૂલને, કોઈના સ્વભાવને, કોઈની નકારાત્મકતાને કારણે થોડું ઘણું નુકસાન કે ખોટ ગઈ હોય તો એને જતું કરો. એક ને એક ભૂલને વળગી રે'વું એટલે પાણીથી ભરેલો ગ્લાસ એકધારો પકડી રાખવા બરાબર છે. "ક્ષમા માગવામાં વિનમ્રતા જોઈએ અને ક્ષમા આપવામાં વિશાળતા જોઈએ. " - પૂજ્ય ગુરુજી

• અભિપ્રાયોની અસર. 
પાણી, શરબત કે જ્યુસથી ભરેલો કાચનો ગ્લાસ અજાણતા તમારા હાથમાંથી પડી જાય એટલે તરત શબ્દોનો મારો વરસી પડે. "તારાથી વ્યવસ્થિત રીતે એક કાચનો ગ્લાસ નથી ઉપાડી શકાતો ? ભવિષ્યમાં તું શું કરી શકીશ..?" બોલો, માત્ર એક કાચના ગ્લાસ પરથી આખું ભવિષ્ય નક્કી કરી દે. તો ક્યારેક એવું પણ બને, ટ્રે પર વ્યવસ્થિત રીતે જ્યુસથી 5-6 ભરેલા કાચના ગ્લાસ તમે સારી રીતે રજૂ કરી શકો તો લોકો તમારા વખાણ કરે. "છોકરો બહુ હોશિયાર છે હો..!" હવે આમાં સમજવું શું ? તમે જ કહો.. એટલે કોઈના નકારાત્મક અભિપ્રાયોથી હતાશ ન થઈ જવું અને કોઈના વગરજોતા ખુશામતીના અભિપ્રાયોથી ફૂલી ન જવું. બંને અભિપ્રાયોમાં મનોસ્થિતિનું સંતુલન જાળવી રાખવું.

પ્રોબ્લેમ્સ તો બધાની લાઈફમાં હોવાના જ. ઈવન, તમે કોઈપણ મહાન કે સફળ વ્યક્તિનું જીવન ચરિત્ર ઉઠાવો છત્રપતિ શિવાજી મહારાજ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન... કોઈપણ વ્યક્તિ હોય બધાની લાઇફમાં કોઈના કોઈ પ્રોબ્લેમ્સ હોવા એ વાત કોમન છે પણ એ લોકો પ્રોબ્લેમસથી, નિષ્ફળતાથી, વિકટ પરિસ્થિતિઓથી હતાશ નથી થયા. લમણે હાથ દઈ ડિપ્રેશન કે સ્ટ્રેસ લેવાની જગ્યાએ એની સામે ઝઝૂમ્યા છે એટલે એ લોકો એ ઊંચાઈને સર કરી શક્યા છે. લાખો લોકોના માર્ગદર્શક બની શક્યા છે.

જ્યારે ડૉકટર કોઈ પેશન્ટના હાર્ટબીટ (હ્રદયના ધબકારા) ચેક કરે ને એ રેખા ઊંચી નીચી દેખાય ત્યારે માણસ જીવે છે એવું સાબિત થાય. જો એ રેખા એક જ લાઈનમાં સીધે સીધી દેખાય તો માણસ મૃત્યુ પામે કે નહિ..? એમ માણસના જીવનમાં પણ એવું જ છે, દરેક દિવસનો દરેક સમયે એક જ લાઈનમાં સરખો હોય તો જીવન જીવવાની મજા જ શું આવે યાર ?

" જીતને કા મજા તભી આતા હૈ જબ મુશ્કીલે ભી આપકા ઇન્તજાર કર રહી હો.." 

સ્વયં પરમાત્માના જીવનમાં પણ એવા અનેક કઠિન સંજોગો આવ્યા. ભગવાન રામજીનો કાલ સવારે રાજ્યાભિષેક થવાનો હતો ને સૂર્યોદય થતાં વનવાસ જવાનું થયું. છતાં પણ રામાયણમાં યા તો કોઈપણ શાસ્ત્રોમાં એવું ક્યાંય લખ્યું નથી કે ભગવાન રામજીને જ્યારે પિતા દશરથે ૧૪ વર્ષનો વનવાસ આપ્યો ત્યારે ભગવાન શ્રીરામ ડિપ્રેશનમાં વઈ ગયા હોય. વિચારો કે એ જગ્યાએ આપણે હોત તો ? રાજસિંહાસન ઠુકરાવી હસતાં ચહેરે વનવાસ સ્વીકારી શકેત ખરાં..?

" જન્મ એ આપણને પ્રભુ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે અને જીવન એ આપણા તરફથી પ્રભુને અપાતી અમૂલ્ય ભેટ છે. "


~MEET BHAGAT

 

Comments

A Very Popular Blogs

Introduction

ધર્મનો મર્મ..|| धर्मो रक्षति रक्षितः

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર ..? ॥ Learning without load in heavy learning ..?