"મધુરભર્યા સત્યની સંગાથે..."
"......."
- Get link
- X
- Other Apps
પ્રો. સતીશ ધવન સાથે ડૉ. કલામ અને એમની ટીમ મીડિયા કોન્ફરન્સ સામે બેઠી. પત્રકારો અને લોકો બાજુથી પ્રશ્નનનો મારો છૂટ્યો... આ સફળતાનું જવાબદાર કોણ ?? દેશના પૈસા બારબાદ કરી નાખ્યા..!! વગેરે..વગેરે.... એ વખતે પ્રો. સતીશ ધવને હળવેક દઈને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની આગળ મૂકેલું માઈક પોતાની તરફ લઈ એટલો જ જવાબ આપ્યો, " આ આખીયે ટીમ ખૂબ જ મહેનતુ છે. મને તેમના પુરુષાર્થ પર વિશ્વાસ છે. આવનારા એક જ વર્ષમાં SLV- 3 સફળ લોન્ચ કરી દેખાડશે. " એ વખતે અચાનક આખીયે ટીમમાં એવી હિંમત આવી ગઈ. લાગી પડ્યાં ફરી તૈયારીમાં અને ખરેખર 1980 માં SLV- 3 સફળતાથી લોન્ચ થયું.
આજે ફરી એ દિવસનું દ્રશ્ય નજર સમક્ષ ખડું થયું. 19 નવેમ્બરે ICC 2023 ફાઈનલ મેચમાં ઈન્ડિયા VS ઓસ્ટ્રેલિયાનો મુકાબલો થયો. ઓસ્ટ્રેલિયા જીતી ગયું. ત્યારથી લોકો સોશિયલ મીડિયા પર ઇન્ડિયા VS ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ અંગે તરહ-તરહની વાતો કોરોનાની જેમ ફેલાઈ રહ્યાં છે.
19 નવેમ્બરના રોજ રાત્રે ICC 2023 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં ફાઈનલ મેચ પત્યા પછી ઈન્ડિયા ક્રિકેટ ડ્રેસિંગ રૂમમાં જઈ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઈન્ડિયા ક્રિકેટ ટીમને ધીરજતા, હૂંફ અને પ્રેમ આપ્યો એ દ્રશ્ય ખરેખર હૃદયની આંખે વળગે એવું હતું.
સંચાલક, નેતા, કપ્તાન કે વડીલ એટલે માત્ર ફુલ-હાર પહેરેલાં મોટા મોટા પોસ્ટરો પર લાગી જવું એ જ..?? ના..! પરંતુ જ્યારે ખરેખરી જરૂર હોય ત્યારે પોતાના ખોળામાં વ્યક્તિ હૈયું હળવું કરી શકે એવું વિશાળ વ્યક્તિત્વ.
જ્યારે આખા દેશની જનતાની આંખ ભીની હોય, શું ત્યારે મોદી સાહેબની આંખમાં આંસુ નહિ આવ્યા હોય ? અને એ તો દેશના સુકાની છે, પોતાનો દેશ પોતાના પ્રાણ સમાન છે. છતાંય હૈયું બાંધીને દેશ અને દેશના લોકોને સંભાળ્યા, ખેલાડીઓને હિંમત આપી. જો એ સાવ હિંમત હારી અને હતાશ થઈ જાય તો ક્રિકેટ ટીમ અને જાહેર જનતાને હુંફાળી ઉષ્મા કોણ આપે..?
નેતૃત્વનું એક મહત્વનું પાસુ એટલે એમ કહી શકાય કે, "એની હારને હસતા હૈયે સ્વીકારી જીવમાં જીતનો પ્રાણ પૂરવો."
જો દોસ્ત! આ વાત કોઈ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના કોર્સમાં શીખવા ન મળે. એને તો મોદી સાહેબ કે પ્રો. સતીશ ધવન જેવા અનુભવી વ્યક્તિના જીવન પાસેથી જ શીખવી પડે.
શબ્દો દ્રશ્યમાં ડૂબી ગયા, માંડ અહિયાં સુઘી લખી શક્યો, લેખને ટાઈટલ આપવાનું જ રહી ગયું... તે રહી જ ગયું !!
[ Note : ICC ૨૦૨૩ ફાઈનલ મેચ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઈન્ડિયા ક્રિકેટ ટીમ સાથેની મુલાકાત જોવા ટાઈટલ (".....") પર ક્લિક કરો. ]
Comments
Post a Comment
Thanks for comments