Posts

Showing posts with the label self love

"મધુરભર્યા સત્યની સંગાથે..."

માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !

માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !   સંતાન એ પરમાત્માનું એક અપ્રતિમ સર્જન છે. તે ચૈતન્ય છે યંત્રવત નથી એ વાત આજના માવતર સ્વીકારવા તૈયાર નથી. વર્તમાન સમયમાં ઓલ ઇન વનમાં માનનારા વાલીઓનું પ્રમાણ બેફામ વધી રહ્યું છે. “મારા બાળકને બધું જ આવડવું જોઈએ…!” વાલીઓ એવી ખોટી જિદ્દને વળગી બેઠા હોય છે. એમને બધા વિટામિન એક જ ફળમાંથી હડપી લેવા છે. એમની આશાઓ આકાશને આંબે એવડી હોય છે, એટલી ઊંચી કે વાસ્તવિકતા જમીન પર જ રહી જાય છે. પરમાત્માના સર્જનની ખાસ વાત એ છે કે એનું સર્જન ક્યારેય સંપૂર્ણ નથી હોતું. એ અધૂરું બનાવવામાં માનનારો સર્જક છે. હા… એ પૂર્ણતાને પામવાની શક્તિ અવશ્ય પ્રદાન કરે છે પરંતુ પ્રયાસ એના સર્જન પર છોડે છે. વર્તમાન સમયમાં વૃદ્ધાશ્રમ અને આત્મહત્યા જેવી કપરી સમસ્યાઓનો આંક સદંતર વધતો જાય છે એમાં મોટા અંશે માવતરનો હાથ છે. હજુ વસુંધરાના ખોળે પગ પણ ન મૂક્યો હોય અને તેના માતા-પિતા ‘મારું બાળક શું બનશે?’ એવો જબરદસ્ત એમ્બિશન ક્રિએટ કરી નાખતા હોય છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં એવી પણ શાળાઓ છે જ્યાં ગર્ભમાં પોષણ પામી રહેલા બાળકનું નામ શાળાના એડમિશનના વેઇટિંગ લિસ્ટમાં પડ્યું હોય અને ...

Self love = અંતર્મુખ વૃત્તિ...! (ભૌતિકતાની સાથે અધ્યાત્મિકતા.)

Image
  "Self love = અંતર્મુખ વૃત્તિ...! "       ગત છેલ્લા અમુક દિવસોમાં મને જો સૌથી કોઈ વધુ શબ્દ સાંભળવા મળ્યો હોય તો એ છે - " સેલ્ફ લવ(Self love). " મિત્રો પાસેથી, મોટીવેશન સેમિનારોમાં, મોટીવેશનલ સ્પીકરો પાસેથી, સલાહકારો તરફથી મળતી મફતની સલાહોમાં, દૈનિક અખબારોમાં, કોઈ જૂથ ચર્ચામાં કે ફોન પર વાતોમાં... એટલી હદે અને એટલી વખત આ શબ્દ સાંભળ્યો કે આખરે મને સેલ્ફ લવ શબ્દના ઊંડાણ સુધી જાણવા મજબુર કરી જ દીધો. સેલ્ફ લવ એક અંગ્રેજી શબ્દ છે. જેનો ગુજરાતીમાં સીધો સાદો અર્થ થાય છે - ખુદને પ્રેમ કરવો.  જે લોકો ખરેખર પોતાના જીવનમાં સેલ્ફ લવ કરવાની બાબતમાં પોતાના સ્તર પર ગ્રોથ કરી રહ્યા છે. એ લોકો પાસેથી ` સેલ્ફ લવ શું છે ? ' એ બાબતે વધુ જાણકારી લેવાનો પ્રયત્ન કર્યો. બધા લોકોએ પોતાના મત પ્રમાણે જે અભિપ્રાયો રજૂ કર્યા. એ વાત પરથી હું એક એ નિષ્કર્ષ સુધી પહોંચ્યો કે, સેલ્ફ લવ એટલે ખુદને પ્રેમ કરવો. બહારના લોકો મારા વિશે શું વિચારશે..? , મને કેવો જજ કરશે.. ? એની ચિંતા ન કરતા પરમાત્માએ આપેલી કળા કૌશલ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરવું. ટૂંકમાં, `જેને દુનિયાના અભિપ્રાયોથી ઓછો ફરક પડતો હોય એ સે...