"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

મર્ડર...||MURDER


" મર્ડર..."

આજ સુધી તમે CID, ક્રાઈમ પેટ્રોલ કે પછી ફિલ્મોમાં ચપ્પુ, છરી, તલવાર, બંદૂક જેવા શસ્ત્રો વડે મર્ડર થતું જોયું હશે. મર્ડર થયા પછી બોડીમાંથી લોહી નીકળે એ પણ જોયું હશે. અને પછી એ વ્યક્તિ મૃત્યુ પામે એ પણ જોયું હશે..


દૈનિક સમાચાર પત્રોમાં તમે ઘણી વખત મર્ડર કેસના બનાવો વાંચ્યા હશે, સાંભળ્યા હશે પણ આજે તમારી સમક્ષ એક અનોખા મર્ડરની વાત કરવી છે. જે મર્ડરમાં નથી કોઈ શસ્ત્ર, નથી નીકળતું લોહી, અને આશ્ચર્યકારક વાત તો એ છે કે મર્ડર થઈ ગયા પછી પણ એ વ્યક્તિ જીવતો રહે છે. આપણી સાથે વાતચીત પણ કરે છે. અને હા..! આ મર્ડરનું એક સિક્રેટ એ છે કે, મર્ડર કોનું અને કેવી રીતે થયું એ કોઈને ખબર નથી હોતી. અરે ! ઘણી વખત તો ખુદ મર્ડર કરનારને પણ ખબર નથી હોતી કે મારાથી કોઈકનું મર્ડર થઈ ગયું છે..!


આ મર્ડર કોઈ વ્યક્તિનું નથી પણ આ મર્ડર વ્યક્તિની અંદર ખેલતા કૂદતાં એક સર્જકનું છે.


પ્રભુએ સર્જન કરતી વખતે દરેકના અંદર એક એવો સર્જક મૂક્યો હોય છે જે ક્યારેય દેખાતો નથી પણ અનુભવાય તો ચોક્કસ છે. જ્યારે એ સર્જક મરી જાય છે ત્યારે માણસ જીવવાનું જ ભૂલી જાય છે. 


ઘણી વખત તમે સિનેમામાં યા તો ક્યાંક આસપાસમાં જોયું હશે; માણસનુ શરીર જીવતું હોય, એનો શ્વાસ ચાલતો હોય, એના હ્રદયના ઘબકારા પણ ચાલુ હોય પરંતુ એનો અંદર માહેલો મૃત્યુ પામ્યો હોય. પછી એ પૃથ્વી પર રહેતો હોય પણ જીવતો ન હોય. શું ખબર ? કદાચ, વિશાળ જનમેદનીની ધક્કામુક્કીમાં ખોવાઈ ગયો હશે! શસ્ત્ર વગર પણ કેવું મર્ડર થઈ શકે છે !!


વિચાર્યું છે ? આ મર્ડર કયારે અને કેવી રીતે થાય છે ?? વિશ્વાસઘાતથી.. એની ઈચ્છા વિરુદ્ધ સ્વાર્થી નિર્ણયોના અમલીકરણથી.. જ્યારે સલાહ સાથે સહકારની પણ ખરેખરી જરૂર હોય અને ધક્કો મારી દે ત્યારે.. અમુક મળેલી નિષ્ફળતાઓથી નજીકના કે'વાતા લોકો એનું લુઝર તરીકેનું આઇડેન્ટિટી કાર્ડ બનાવી દે ત્યારે.. પ્રેમની ઉણપથી એકલતાનું કેન્સર ધેરી વળે ને લાંબા સમય સુધી એ જ બીમારીથી પીડાતો રહે ત્યારે એ વ્યક્તિ મૃત્યુ પામે છે.


તમે બહુ બદલાઈ ગયા છો, હવે પે'લાં જેવા નથી રહ્યા.. આ વાક્યનો સ્પર્શ કર્ણપટે અવશ્ય કર્યો જ હોય. હાલ બદલાવ વિશે ઊંડી ચર્ચા કરવાનો જરાય ઈરાદો નથી. કેમ કે, વિષયના કેન્દ્રબિંદુથી ભ્રમિત કરું તો વાંચક મિત્રોનો ગુનેગાર ગણાવું. પછી ક્યારેક એ વિષયમાં જરૂરથી ઊંડા ઉતરીશું.


ક્યારેય એવું વિચારવાનો સમય મળ્યો છે ? કે, હસતું, ખેલતું અને બધા સાથે મોજમસ્તી કરતું બાળક થોડા સમય પછી અચાનક જ એટલું બધું ગંભીર થઈ જાય છે. સાવ લાગણીહીન થઈ જાય છે. જાણે કે એને કોઈનાથી કાંઈ ફરક જ નથી પડતો. જાણે કે એના મનને હૃદય સુધી પહોંચવાનો રસ્તો જ બ્લોક થઈ ગયો હોય ! ટૂંકમાં એની સંવેદનશીલતા ગુમાવી, સાવ સંવેદનહીન થઈ જાય છે. જાણે રસ્તામાં પડેલો સંવેદનહીન પથ્થર જ જોઈ લ્યો.! માનવહૃદય સંવેદનશીલ જ શોભે. સમગ્ર જીવસૃષ્ટીમાં માનવને જ પરમાત્માએ સૌથી વધારે સંવેદનશીલતા આપી છે. નાનપણમાં તોફાની કે'વાતા બાળકનું, અભિવ્યક્ત થવા મથતા બાળકનું અચાનક જ મર્ડર થઈ જાય છે. અચાનક જ એનું મૃત્યુ થઈ જાય છે. કોણે કર્યું હશે આ મર્ડર??


દીકરો કે દીકરી હજી માંડ માંડ બે દસકા પૂરા કરી ત્રીજા દસકામાં પા પા પગલી ભરે એવડા થયા હોય ત્યાં તો ઘરમાં સભ્યોની ફૂલેકે ચડાવવાની મિટિંગ થઈ ગઇ હોય. જલ્દી પરણાવી દ્યો એટલે કામ પતે.. સંતાનોને કોઈ દિવસ માથે હાથ મૂકી વ્હાલથી એના કરિયર બાબતે પૂછ્યું છે?? કેમ કે લગ્ન એ ફ્કત જોડાણ જ નથી પણ જવાબદારી વહન કરવાનું સંમતિપત્રક છે. ચાર ફેરા ફરી કહાની ખતમ. લગ્ન જીવનથી જોડાયા પછી દીકરા માથે ઘરના વ્યવસાયથી માંડી બધી જવાબદારીઓનો બોજો આવી જાય અને પુત્રવધુ પર રસોઈ બનાવવાથી માંડી ઘરકામ સુધીના બધા જ કામોનું લિસ્ટ પહોંચી જાય.. પછી શું..? બંને દંપત્તિ મોં બંધ રાખી કામ કર્યે જાય...!


તમને તો પે'લા ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો ને ? કવિતા તો તમે પેલાં બહુ લખતા. તમને બગીચામાં ખુલ્લા પગે રખડવાનો તો જબરો શોખ હતો. તમે દરરોજે આથમતો સુરજ જોવા કેવા તરસતા ? કેમ, હવે એ બધાં શોખ નથી રહ્યાં ?  ક્યાં ગયા એ બધાં શોખ..?? 


હાં.. પેલાં હું બહુ ક્રિકેટ રમતો. હાથમાં કલમ પકડું ને કવિતા યાદ આવી જતી અને બગીચામાં ખુલ્લે પગે રખડવાનો આનંદ જ કાંઈક અલગ હતો અને સાંજ પડ્યે દરરોજ આથમતો સુરજ જોવા ઝરૂખે બેસી જતો.. પણ હવે એ બધા જ શોખ મરી ગયાં !! 


એનો અસ્થિ જીવિત હશે પણ એની મસ્તી મરી ગઈ ! જવાબદારીરૂપી પોટલાના ભારથી એટલા બધા ગંભીર થઈ ગયા કે ખીલવાનું જ ભૂલી ગયા. સ્વપ્નસૃષ્ટિને સપનામાં જ દફન કરી નાખી !!


શોખ એટલે કોઈ એવી આદત જે ખુદનો ખુદની સાથે મેળાપ કરાવે. આજના કહેવાતા દેખા-દેખીના શોખની જરાય વાત નથી. 


મનુષ્યસૃષ્ટિ સર્જનારે બધાની અંદર એક સર્જકનું સર્જન કર્યું છે એટલે એ પુષ્પને ખીલવા દેવું, વટવૃક્ષ બનવા દેવું એ કુટુંબના પ્રત્યેક સભ્યની જવાબદારી છે અને એ પુષ્પ ખીલ્યાં પછી એની સુગંધ કાંઈક અલગ જ હશે.. માટે મર્ડરથી સાવધાન..!


જેનું સર્જન આપણે નથી કર્યું એ સર્જકનો નાશ કરવાનો હક આપણને કોણે ને ક્યારથી આપ્યો..???



 ~ MEET BHAGAT 

Comments

A Very Popular Blogs

Introduction

ધર્મનો મર્મ..|| धर्मो रक्षति रक्षितः

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર ..? ॥ Learning without load in heavy learning ..?