"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ...

આ તે કેવી પરીક્ષા..? || Examination



પરીક્ષા..! (Examination)


હેલ્લો... નમસ્કાર... કેમ છો તમે ? આશા કરું છું કે બધા મજામાં જ હશો. ઘણા દિવસથી મારા શબ્દોની મુલાકાત તમારી સાથે નથી થઈ શકી, એ માટે આપનો ક્ષમાપ્રાર્થી છું.

હવે એમાં એવું છે ને કે છેલ્લા એક મહિનાથી ચોતરફ પરીક્ષાનો માહોલ છે, એટલે હું પણ પરીક્ષાના કામકાજમાં ગૂંચવાઈ ગયેલો. આજે થયું કે, લાવ જરા તમને શબ્દ સંગાથે મળી જ લઉ.

પ્રાથમિકની પરીક્ષા, માધ્યમિકની પરીક્ષા, બોર્ડની પરીક્ષા, કોલેજની પરીક્ષા અને એમાંય બાકી રે'તું હતું તે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા... એટલે હવે તો વાતાવરણમાં જ પરીક્ષા શબ્દ એટલી હદે ભેળવાઈ ગયો છે કે શ્વાસમાં પણ પરીક્ષા આવી જાય.

ખેર ! આપણને વાલીઓ કે શિક્ષકો પાસેથી નાનપણથી જ એવું સાંભળવા મળ્યું છે કે, " બેટા ! આ વખતે મહેનત કરી લે, બોર્ડની પરીક્ષા પછી તો જલસા જ છે. " હું પણ એ જ રાહમાં બેઠો હતો અને હજુ પણ એ જ રાહમાં છું કે, ક્યારે પરીક્ષા પૂરી થાય ??

" દોડતો જ રહ્યો હું એમ વિચારીને ;
કે આગળ તો બસ વિરામ જ છે ને..."

બસ, એટલી જ ખબર છે કે આગળ વિરામ છે પણ એ વિરામનો સમય અને સ્થાન હજુય મને નથી ખબર ! પરીક્ષાઓનો અંત તો હજી પણ નથી જ આવવાનો. એટલે એટલું તો શીખી જ ગયો કે ભણતરની પરીક્ષાનો જ્યાં ending point છે ત્યાં જિંદગીની પરીક્ષાનો starting point છે. એમ પણ કહી શકાય કે, જ્યારે ભણતરની પરીક્ષા પૂરી થાય ત્યારે જિંદગીની પરીક્ષા શરૂ થાય. અને પાછું ભણતરની પરીક્ષામાં તો સમય પણ નક્કી હોય, અભ્યાસક્રમ પણ નક્કી હોય કે આ બે પુઠ્ઠા વચ્ચેથી જ પૂછાશે. જ્યારે જિંદગીની પરીક્ષામાં ન તો કોઈ ફિક્સ સિલેબસ અને ચોપડીના બે પુઠા બહારનું જ આઈ.એમ.પી. અને ખરી વાત તો એ છે કે આમાં કોઈ જ ટાઈમ ટેબલ કે પરિરૂપ ન મળે !!

ઘણાં લોકો ભણતરની પરીક્ષા આપીને જિંદગીની પરીક્ષા આપવા આવવાના આરે હશે. ઘણા રનીંગમાં હશે અને ઘણા અનુભવીઓ એ પડાવને પાર કરી ચૂક્યા હશે.

જે પણ નવા પરીક્ષાર્થી મેદાનમાં આવવાના છે ને જે હજુય મેદાનમાં જ છે. એ બધા જરાય મુંઝાશો નહી ડોન્ટ વરી...દોસ્ત ! મારી પાસે તમારાં માટે એક માસ્ટર કી છે.

આપણા સૌના જીવનમાં એવા કોઈ આદર્શ ગુરુ હોવા જોઈએ. કોઈ એવા આદર્શ માર્ગદર્શક, પથદર્શક હોવા જોઈએ. એ ચાહે પછી તમારા માતા-પિતા હોય, તમારો મિત્ર હોય, તમારા કોઈ વડીલ વ્યક્તિ હોય... જે પણ હોય તે. એ કોચ પોતે આ સમુદ્રને પાર કરી ચૂક્યા હશે. એમની પાસેથી આપણને આ બાબતે ખૂબ વિસ્તૃતપૂર્વક માર્ગદર્શન સાંપડશે, રસ્તાઓ પસંદ કરતા શીખવશે. આ હું નથી કહેતો પણ જે જે લોકોએ પોતાની જિંદગીની પરીક્ષામાં ટોપ કરેલું છે, જિંદગીની પરીક્ષામાં ગોલ્ડમેડાલિસ્ટ છે એમના તારણો આપની સમક્ષ મૂકી રહ્યો છું.

જો તમે એમ માનતા હોય કે હું એકલો જ કાફી છું તો એ મારા મત મુજબ તમારો ઓવર કોન્ફિડન્ટ છે. આ રસ્તામાં રસ્તાઓ જ એટલા બધા છે કે તમે એટલા બધા કન્ફ્યુઝ થઈ જશો કે આમાં મારો રસ્તો કયો છે ? મારે કયા રસ્તે આગળ વધવાનું છે ? કયો રસ્તો મને મારી મંજિલ સુધી પહોચાડશે ? 

જો તમાર ગુરુ, તમારા પથદર્શક, તમારી સાથે હશે તો તમને યોગ્ય રાહ ચીંધશે. બાકી, જાતે જુદો રસ્તો પકડાઈ જતા જરાય વાર નહિ લાગે. 

તમે ઘણા લોકોના નકારાત્મક મોઢે એમ સાંભળ્યું હશે, " જિંદગી સાવ બેકાર થઈ ગઈ છે." આ સાંભળીને મને તો એમ આશ્ચર્ય થાય છે કે બિચારી જિંદગીને કેટલું બધું ખોટું લાગતું હશે ?? હે ને ? "

આમ તો પરીક્ષા એ પરીક્ષા જ છે, ચાહે પછી એ ભણતરની હોય કે જિંદગીની. બંને પરીક્ષામાં શ્રેષ્ઠત્તમ શિક્ષક અનિવાર્ય છે. બાકી, જેને તૈયારી વગર ભણતરની પરીક્ષા પણ અઘરી લાગે છે તો જિંદગીની પરીક્ષામાં કહેવું જ શું...

Dear... Dost ; પરીક્ષા ગમે તે હોય, આપણી પાસે યોગ્ય કોચ અને તત્પરતા હોય એટલે પાસ તો થઈ જ જવાય, એમાં બે મત નથી.

" હિંમતે મર્દા તો મદદે ખુદા "

Best of luck for exaMiNation


~ MEET BHAGAT 

Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

"......."