"મધુરભર્યા સત્યની સંગાથે..."

ડિયર ડાયરી || Latter to Diary

Image
ડિયર ડાયરી,           આજે તારા જ પાને તને સંબોધીને પત્ર લખી રહ્યો છું. તારા પેજને શબ્દોથી શણગારવું કોને ન ગમે! તું ખરેખર વિશાળ હ્રદયની છે. તું બધાયની સારી-નરસી વાતો પચાવી જાણે છે. અને કદાચ એટલે જ તું લોકોનું પ્રિય પાત્ર છું. શ્રીમદ ભગવદ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞતાનો ગુણ સિદ્ધ કરવાની વાત કરી છે તે ગુણ તને ગળથૂથીમાં મળેલો છે. કેમ કે તારામાં કોઈ પ્રેમનું નિરૂપણ કરે કે વિરહનું, તારો રંગ રંચ માત્ર બદલાતો નથી. મારે તને એક વાત પૂછવી છે – “લોકો પોતાની વાતો તને કહે છે. તું દરેકની વાતો સાચવીને રાખે છે પરંતુ તું તારી વાતો કોને કહે છે? શું તને ક્યારેય હૈયું હળવું કરવાનું મન નથી થતું? કોઈ ભારેખમ ભાવ વાળો શબ્દ તારા સુંવાળા પેજ પર આલેખી દે તો તને તે લાગણીઓનો વજન નથી લાગતો? તું એ લાગણીભીના શબ્દોને સમજી શકે છે ખરા?” લાગે છે કે ખાલી થવું તારા સ્વભાવમાં જ નથી. તે મનુષ્ય કરતા પણ ચડિયાતી મહાનતા આત્મસાત કરી છે. મને કોઈ પૂછે કે જ્ઞાનનો અખૂટ ભંડાર કોની પાસે છે? દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાની કોણ છે? તો હું એક જ શબ્દમાં પ્રત્યુત્તર આપું – ‘ડાયરી!’ કારણ કે તારી પા...

સ્મિતની કમાણી..!


" સ્મિતની કમાણી "


" વૈષ્ણવ જન તો તેને કહિયે

જે પીડ પરાઈ જાણે રે..."


વૈષ્ણવ જન એટલે અહી કોઈ ચોક્કસ સંપ્રદાયની કે ધર્મની ઓળખ એવી વાત નથી. બીજાના દુઃખમાં સુખનો ટેકો આપી ભાગીદાર થાય એ જ સાચો વૈષ્ણવજન, એ જ માનવતા.


ઈશ્વરે આપણને સૌને માનવ તો બનાવ્યા પણ એમાં પાછળ 'તા' શબ્દ આપણા ચારિત્ર્ય પરથી લાગશે. પછી એ માનવ માનવતાના શણગારથી શોભી ઊઠશે. જેટલા અંશે માનવ છે એની સાપેક્ષે માનવતા કેટલા અંશે વિચરી ??


કમાણી.. કમાણી... કરીને અત્યારે રૂપિયા પાછળ માનવે આંધળી દોટ મૂકી છે. આ દોડધામમાં ને દોડધામમાં માનવ માનવતાના શણગાર સજવાનું જ ભૂલી ગયો. સ્મિતની કમાણી કરવાનું તો રહી જ ગયું ! પૈસાથી પોતે કરેલી મોજ, મજા ને જલસાનો આનંદ અમુક ઘડીઓ સુધી જ ટકે. પરંતુ આપણા દ્વારા કોઈના ચહેરા પર સ્મિતની રેખાઓ ઝળકી ઉઠે એ આનંદ અને એ બેલેન્સ, એ સ્મિતની કમાણી જીવનભર ટકે.


રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેટ્રો દ્વારા તેનાં પ્રેસિડન્ટ ડો. શ્રી અતુલભાઈ પરીખ, પ્રોજેક્ટ ચેરમેન શ્રી મિલનભાઈ શાહ, સર્વિસ પ્રોજેક્ટ પ્રેસિડન્ટ ડૉ. ઋત્વિબેન શાહના અધ્યક્ષ સ્થાન હેઠળ તેમજ જૈન સોશિયલ ગ્રુપ જામનગર અને શિવાનંદ આશ્રમ જેવી પ્રેરક સંસ્થાઓના સહયોગથી અમદાવાદમાં ગત તારીખ 23 એપ્રિલ થી 27 એપ્રિલ સુધી પાંચ દિવસ કૃત્રિમપગ વિતરણ કેમ્પનું અદ્ભુત આયોજન થયું. જેમાં આખાય ગુજરાતમાંથી 400 થી પણ વધારે લાભાર્થીઓએ લાભ લીધો. એ પણ સાવ નિ:શુલ્ક. આ સાથે કેટલાંક જરૂરીયાતમંદોને વ્હીલ ચેર પણ અપાઈ. જન્મ પછી જ્યારે બાળક પ્રથમ વખત પા..પા.. પગલી ભરતા શીખે ને ચહેરા પર જેટલો આનંદ હોય એટલો આનંદ આ જયપુર ફૂટ(કૃત્રિમ પગ) મળ્યાં પછી એ લોકોના ચહેરા પર અમને જોવા મળ્યો. એમનું શબ્દો વિનાનું સ્મિત મૌનમાં જ ઘણું બધું કે'તુ હતુ. આ ખાસ પ્રસંગે રોટરી ક્લબ ઈન્ટરનેશનલના પ્રમુખ આર ગોર્ડન, ગુજરાત સરકારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ શ્રી પીકે લહેરી સાહેબ અને અંધજન મંડળના સેક્રેટરી શ્રી ડૉ. ભૂષણ પુનાનીજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભુકૃપાએ આ સ્મિતની કમાણી કરવાની તક અમને પણ મળી. અમારી એન.એસ.એસ.(NSS) ટીમના કમિટી ચેર - ડૉ. ઋત્વિબેન શાહના માર્ગદર્શન મુજબ 20 જેટલા સાથીમિત્રોએ મળી આ કેમ્પમાં સ્વયંસેવક તરીકેની સેવા આપી. આમ તો આ NSS UNIT માં જોડાયા પછી આ પ્રકારના સામાજિક કાર્યો કરવા ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. આ સ્મિતની કમાણી અમારા માટે તો ખૂબ જ ઉત્સાહદાયક, આનંદદાયક સાબિત થઈ.

કરોડો રૂપિયા કમાયા પછી પણ જેટલો આનંદ ન મળે એટલો આનંદ આ ચહેરા પર ખીલતા સ્મિતને જોયે મળ્યો. એટલે આમ જોઈએ તો અમારા માટે આ પણ એક કમાણી જ કહેવાય; સ્મિતની કમાણી.


અલગ અલગ શહેરોમાં દર વર્ષે કૃત્રિમ હાથનું વિતરણ, શિક્ષણ સહાય, આરોગ્ય સહાય...જેવા કેમ્પોનું પણ આયોજન પણ થાય છે. ભવિષ્યમાં આગામી પ્રોજેકટના ભાગરૂપે ડાયાબિટીસ જાગૃતતા અંગે પણ કાર્યરત છે.


સ્મિતની કમાણીની આ તક બદલ રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેટ્રોનો અમારી NSS ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યકત કરું છું. આપના આવા અદ્ભૂત, અદ્વિતીય થતા કાર્ય બદલ આપને જથ્થાબંધ શુભેચ્છાઓ..


આ કૃત્રિમ પગ વિતરણ કેમ્પના સેવાકાર્ય બદલ એક લાભાર્થીએ લાગણી વ્યકત કરતો પત્ર પ્રોજેક્ટ ચેરમેન શ્રી ને લખ્યો. એ લાગણીભીના શબ્દોને એમની જ શૈલીમાં જોઈએ : 


માનનીય શ્રી મિલનભાઈ શાહ આપના ખૂબ સુંદર પ્રયાસથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે આવેલ સુરજકરાડી ગામે રહેતા હું ગજુભા તથા મારા મિત્ર જેમને આંગળી ચીંધી એવા હિતેશભાઈ સોની અને આપ સર્વેની ટીમનો ભગવાન શ્રી દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરું છું કે સદાને માટે આપ સર્વે પાસે આવા સુંદર મજાના કાર્ય કરાવતા રહે. ફરી વખત દિલથી આપનો અને આપ સર્વેની ટીમનો ખુબ ખુબ આભાર માનું છું.


 લિ.

આપનો ગજુભા


આત્મનિર્ભર ભારતમાં આપણે સહુ સાથે મળી એક ડગ આગળની તરફ...


" જય જય ગરવી ગુજરાત "


~ MEET BHAGAT 

Comments

Post a Comment

Thanks for comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

"......."