"મધુરભર્યા સત્યની સંગાથે..."

સંધ્યા સંગાથે || Evening

Image
"સંધ્યા સંગાથે" જ્યારે હિરણ્યકશિપુની તપશ્ચર્યાથી ભગવાન તેના પર પ્રસન્ન થયા ત્યારે તેણે અમરત્વ પ્રાપ્ત કરવા એવું વરદાન માંગેલુ કે, “દિવસે ન મરું, રાતે ન મરું, લીલે ન મરું, સૂકે ન મરું, લાકડાથી ન મરું, લોખંડથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, પશુ-પક્ષીથી ન મરું…. વગેરે વગેરે માંગણીઓ વરદાનમાં મૂકી. ભગવાને કહ્યું, “તથાસ્તુ!” જેમ હિરણ્યકશિપુ ભૂલી ગયો તેમ કેટલાક કોર્પોરેટ પર્સન પણ ભૂલી જાય છે કે ચોવીસ કલાકના આઠ પ્રહરમાં સંધ્યા જેવો પણ એક સમય હોય છે. દિવસ અને રાતનું મિલન થતો નજારો જોવાનું કેટલાકના ભાગ્યમાં લખાયું જ નથી હોતું. સવારે કામ રાતે આરામ અને સમય મળે ત્યારે પેટપૂજા. એ લોકોને ચાર દિવાલો વચ્ચેની હવા વધુ માફક આવી ગઈ હોય છે.  સંધ્યા અર્થાત સંધિ થવી. સંધ્યા એ મિલનનો પર્યાય છે કેમ કે તેનું સર્જન પ્રભાત અને રજનીના મિલનનું કેન્દ્ર છે. દિવસ ઉગતે સૂરજ એકદમ તાજગીના મિજાજમાં હોય છે, આપણી પજવણીના કારણે બપોર પડતા લાલઘૂમ થઈ જાય અને સાંજ પડતા એ બધું જ ભૂલીને એકદમ શાંત ને નિર્મળ થઈ જાય. જીવાત્મા માંહે ત્યાગ અને વૈરાગ્ય ઉદય થવામાં સંધ્યા મુખ્ય ભાગ ભજવે છે. સમી સાંજનો સમય જિંદગી...

વંદુ એ જગદીશને...(અભિપ્રાય)




 "વંદુ એ જગદીશને..."


અગાઉ ધોરણ ૭ માં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ભણી ગયેલ હાસ્ય નિબંધ "ફાટેલી નોટ.." ના લેખક ડો. શ્રી જગદીશભાઈ ત્રિવેદીના જીવન પર લેખક શ્રી મહેશભાઈ પઢારીયા સાહેબે પુસ્તક લખેલ છે. જેનું નામ છે - "વંદુ એ જગદીશને.." અને એ પુસ્તક વાંચ્યાં બાદ મને એ વિશે અભિપ્રાય આપવાની તક આપી એ બદલ ડો. શ્રી જગદીશભાઈ ત્રિવેદી સાહેબનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...

 

આ પુસ્તકના લેખક શ્રી મહેશભાઈ પઢારીયા સાહેબે ખરેખર ખૂબ સરસ રીતે સિક્કાની બંને બાજુનું વર્ણન નિખાલસ અને નિ:સંકોચતાથી કર્યું છે. 


આ પુસ્તક મારા જેવા કરોડો યુવાનો માટે ખરેખર પ્રેરણાદાયી પુલ સાબીત થાય એમ છે. નાપાસ થયેલો જો નાસીપાસ ન થાય તો એ જીવનમાં ધારે તે કરી શકે છે. જેનું સૌથી મોટુ ઉદાહરણ આપીને જગા ઝેરોક્ષવાળાની સફરથી લઈને ત્રણ-ત્રણ વખત પી.એચ.ડી.ની ડીગ્રી કરીને ડો. શ્રી જગદીશ ત્રિવેદી નમાભિ ધારણ કરીને સાબિત કર્યું છે. 


વળી ગુરુદેવો ભવઃ ની આપણી પ્રાચીન સંસ્કૃતિનું જગદીશભાઈએ દર્શન કરાવ્યું છે. ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા એક દિગ્ગજ કલાકાર પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબના શિષ્ય થઈને ખરાં અર્થમાં શિષ્યત્વ નિભાવ્યું છે.


આ દુનિયાને પેટ પકડીને હસાવનાર જગદીશભાઈના જીવનમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી છે ! અને એ મુશ્કેલીઓનો કેવી બહાદુરી પૂર્વક સામનો કર્યો છે ! એની જાણ પુસ્તકમાંથી જગદીશભાઈના સંઘર્ષભર્યા જીવન પ્રસંગો વાંચીને જ થાય એમ છે.


"એક સફળ પુરૂષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે..."


આ ગુજરાતી ઉક્તિ જગદીશભાઈના ધર્મપત્ની શ્રી નીતાબેહેને એમના જીવનરૂપી ઉદાહરણથી ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે.


વ્યસનોના વર્તુળથી ઘેરાયેલા જગદીશભાઈને નીતાબેહેને સહનશક્તિ અને પ્રેમના શસ્ત્રવડે જગદીશભાઈના જીવન ફરતે થઈ ગયેલા વ્યસનના વર્તુળને જે ભૂંસવાનો દાખલો કર્યો છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. વર્તમાન સમયમાં છૂટાછેડાના કેસનું પ્રમાણ જે વધી રહ્યું છે તેમના માટે શ્રી નીતાબહેનનું જીવન સમજણ કેળવવાની પાઠશાળા કહીએ તો એમાં જરા પણ ખોટું નથી. વળી શ્રી જગદીશભાઈના સુપુત્ર એવા શ્રી મૌલિકભાઈએ પણ સમજણ પૂર્વક એકલતાભરી પરિસ્થિતિઓનો સામનો કર્યો એ બદલ શ્રી જગદીશભાઈના આખાય પરિવારને ધન્યવાદ દેવા ઘટે.


ગુજરાતના રત્ન સમાન, ઝાલાવાડી ધરતીનું ખમીર કહી શકાય એવા આપણા સૌ કોઈના લોક-લાડીલા શ્રી જગદીશભાઈ ત્રિવેદી અમેરિકા અને પાકિસ્તાન જેવા દેશોની ધરતી પર જઈને આપણા ગુજરાતી સાહિત્યનો પડછંદો લહેરાવે. એ બાબતનું એક ગુજરાતી હોવાના નાતે આપણને ગૌરવ તો ચોક્કસ હોવું જોઈએ.

 

ભારતીય સંતના સાચા યોગથી ઘણા બધા લોકોના જીવન ઉજ્જ્વળ બન્યાના પ્રસંગો આપણે સાંભળ્યા હશે. પરંતુ પૂજ્ય ભાઈશ્રી (રમેશભાઈ ઓઝા) અને પૂજ્ય શ્રી મોરારીબાપુ જેવા સંતના યોગમાં આવવાથી જગદીશભાઈનું જીવન ઝળહળતું બની ગયું નો દાખલો આપણી નજર સમક્ષ પ્રત્યક્ષ છે.


એક સામાન્ય પરિવારમાંથી આવતા અને સાવ સરળતાભર્યું જીવન જીવતા શ્રી ડો. જગદીશભાઈ ત્રિવેદી પોતાના જીવનની અડધી સદી પૂર્ણ થતા સફેદ વસ્ત્રો ગ્રહણ કરી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારે. અને સંકલ્પ કરે કે - "હવે પછીની મારી બધી આવકનો હિસ્સો સમાજક્ષેત્રે આરોગ્ય અને શિક્ષણાર્થે દાન કરી દઈશ."અને એટલું જ નહીં, એવી રીતે કુલ ૧૧ કરોડની રકમ દાન કરવાનો શુભ સંકલ્પ કરે. 


દાતારીના આ કલેજાને માટે તો સાહિત્યકાર સાંઈરામભાઈએ શ્રી જગદીશભાઈ માટે એક સરસ સંબોધન આપ્યું છે- "કલાજગતનો કર્ણ "


આપનુ અને આપના પરિવારનું આરોગ્ય કાયમ જળવાઈ રહે, સાથો સાથ સમાજસેવા અને દેશસેવાના આપના સંકલ્પો નિર્વિઘ્નપણે પૂર્ણ થાય. એવી આપને ચહીતા ગુજ્જુમિત્રો વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..


અંતમાં એટલું જ કહીશ કે , જગદીશના પણ જગદીશનનો દિલથી આભાર...જેને આ ગુજરાતની ધરાને એવા જીગરવાન જગદીશની ભેટ આપી.


                                                                    ~મિત 



Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

"......."