"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ...

31st..(article)


 "31st..."


31st એટલે શું ?

થર્ટી ફર્સ્ટ (31st)- ડિસેમ્બર મહિનાનો એક એવો આખરી દિવસ છે કે જે દિવસનું નામ સાંભળતા જ શહેરી જુવાનિયાઓના માનસપટપર ક્લબમાં પાર્ટી-ઈન્જોયનું દ્રશ્ય ખડું થાય.


આજના ભારતીય જુવાનીયાઓને હૃદય પર હાથ મૂકીને એવા પ્રશ્નનો જવાબ આપવાનું કહેવામાં આવે કે - "જેટલો ઉત્સાહ થર્ટી ફર્સ્ટ ઉજવવાનો છે એટલો જ ઉત્સાહ જન્માષ્ટમી, દિવાળી કે બેસતુ વર્ષ ઉજવવાનો છે ? "

કદાચ...! આ પ્રશ્નના જવાબમાં આપણા ભારતીય તહેવારોની ઉજવણીના ઉત્સાહનું પલ્લુ થોડુંક તો હલકું રહે ખરા...!


આપણે ત્યાં આદાન-પ્રદાન શબ્દ છે, નહીં કે માત્ર આદાન...!


જે દિવસે વિદેશી ગોરા લોકો જન્માષ્ટમીના દિવસે માથા પર ટોપલો મૂકી તેમાં બાલ-કૃષ્ણનું સ્વરૂપ પધરાવીને "નંદ ઘેરા નંદ ભયો..." ઉત્સાહભેર ઉજવે અને બેસતા વર્ષના દિવસે ઘેર-ઘેર નવા વરહના રામ... રામ.. કે સાલ મુબારક કહીને ઉજવે તે દિવસથી આપણને થર્ટી ફર્સ્ટના દિવસે ક્લબમાં જઇને પાર્ટી કરવાનો પૂર્ણ હક કહેવાય. 


સ્વામી વિવેકાનંદજીનું એક વાક્ય મને ખૂબ જ ગમે છે - "તમે સ્કોટલેન્ડની વાઈન પીવા ઇચ્છતા હોવ તો પહેલા એ ભુરીયાઓને આપણી ખાટી છાશ પીવડાવતા શીખો."


આપણે બસ માત્ર આપણું જ વિચારીએ છીએ- 'મને મજા આવે, હું પાર્ટીમાં મોજ-મજા કરું. હું પાર્ટી ક્લબમાં બધા ફ્રેન્ડ સાથે થર્ટી ફર્સ્ટ ઉજવું...' આપણી આ જ સ્વાર્થીવૃત્તિ ગુલામ બનેલા હિંદનું કારણ હતું અને હવે આપણે નહીં જાગીએ તો ભવિષ્યમાં આ જ સ્વાર્થવૃત્તિ આઝાદ હિંદના ગુલામ બનવા માટેનું કારણ હોઈ શકે ખરાં !


આજે બાલ મંદિરમાં ભણતા બાળકથી લઈને કોલેજમાં ડિગ્રી મેળવી રહેલાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવે - Currently, which year of Vikramsamvat is running now ?

તો પ્રત્યુતરની ૧૦૦% સંખ્યામાંથી ૯૦% એવા રિસ્પોન્સ મળે કે, Sorry, I don't know. અને કદાચ એ જ વિદ્યાર્થીને અંગ્રેજી વર્ષ પૂછવામાં આવે તો ૧૦૦% સાચો જવાબ મળવાની સંભાવના વધી જાય!


હા... હું પણ સમજુ છું કે, આજની આ ભાગ-દોડ વાળી જિંદગીમાં હેંગ થઇ ગયેલાને રીફ્રેશની જરૂર પડે છે. પણ દોસ્ત.... મને ક્યાંક એવું લાગે છે કે આપણે આપણી સીસ્ટમને બાજુ પર મુકી રીફ્રેશ થઈએ છીએ..!


મહાકવિ કાલિદાસે ચોક્કસપણે એવું કહ્યું છે -" ઉત્સવ પ્રિયા જના: " અર્થાત્ આપણી ભારતીય પ્રજા ઉત્સવ પ્રિય પ્રજા છે. અને એટલે જ બધા તહેવારો ઉત્સાહભેર ઉજવે છે.


થર્ટી ફર્સ્ટ ઉજવવાની બાબત સાથે હું સંપુર્ણપણે સહમત છું પરંતું એની ઉજવવાની પદ્ધતિથી જરા જેટલોય નહીં...!


વર્તમાન સમયમાં હોટેલ કે ક્લબમાં ઉજવવામાં આવતી 31st આપણે મંદિર, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જઈને કેમ ન ઉજવી શકીએ ? ,આપણા માતા-પિતા ને પરિવાર સાથે ધાર્મિક અને અર્વાચીન સ્થળોએ યાત્રા કરીને 31st કેમ ન ઉજવી શકીએ ? , ગત વર્ષની થઈ ગયેલ ભૂલોની માફી માંગીને નવા વર્ષની નવી જિંદગી બદલ ભગવાનનો આભાર માનીને આપણે 31st કેમ ન ઉજવી શકીએ ?


31st જો ભારતીય સંસ્કૃતિને સાથે રાખી અને ધાર્મિકતાથી ઉજવીશું તો એ જ 31st એક આનંદનો ઉત્સવ બની જશે. સાથે માં ભારતીની છાતી પણ આપણાં પર ગજ-ગજ ફૂલશે.



Now, the choice is ours....



Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

"......."