Posts

"મધુરભર્યા સત્યની સંગાથે..."

માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !

માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !   સંતાન એ પરમાત્માનું એક અપ્રતિમ સર્જન છે. તે ચૈતન્ય છે યંત્રવત નથી એ વાત આજના માવતર સ્વીકારવા તૈયાર નથી. વર્તમાન સમયમાં ઓલ ઇન વનમાં માનનારા વાલીઓનું પ્રમાણ બેફામ વધી રહ્યું છે. “મારા બાળકને બધું જ આવડવું જોઈએ…!” વાલીઓ એવી ખોટી જિદ્દને વળગી બેઠા હોય છે. એમને બધા વિટામિન એક જ ફળમાંથી હડપી લેવા છે. એમની આશાઓ આકાશને આંબે એવડી હોય છે, એટલી ઊંચી કે વાસ્તવિકતા જમીન પર જ રહી જાય છે. પરમાત્માના સર્જનની ખાસ વાત એ છે કે એનું સર્જન ક્યારેય સંપૂર્ણ નથી હોતું. એ અધૂરું બનાવવામાં માનનારો સર્જક છે. હા… એ પૂર્ણતાને પામવાની શક્તિ અવશ્ય પ્રદાન કરે છે પરંતુ પ્રયાસ એના સર્જન પર છોડે છે. વર્તમાન સમયમાં વૃદ્ધાશ્રમ અને આત્મહત્યા જેવી કપરી સમસ્યાઓનો આંક સદંતર વધતો જાય છે એમાં મોટા અંશે માવતરનો હાથ છે. હજુ વસુંધરાના ખોળે પગ પણ ન મૂક્યો હોય અને તેના માતા-પિતા ‘મારું બાળક શું બનશે?’ એવો જબરદસ્ત એમ્બિશન ક્રિએટ કરી નાખતા હોય છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં એવી પણ શાળાઓ છે જ્યાં ગર્ભમાં પોષણ પામી રહેલા બાળકનું નામ શાળાના એડમિશનના વેઇટિંગ લિસ્ટમાં પડ્યું હોય અને ...

પપ્પા એટલે..?? || Father's DAY Special

Image
  પપ્પા એટલે..?? જે છત નીચે આજે સુરક્ષિત રહો છો, મજા કરો છો, સુખ- ચેનનો અનુભવ કરો છો એ ઈમારતનો પાયો એટલે પપ્પા.. પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે! દરેક તહેવાર અને પ્રસંગોમાં ઘરમાં જેની સૌથી છેલ્લે એન્ટ્રી થાય એ પપ્પા.. પપ્પા એટલે પીપળાનું વૃક્ષ; સૈાથી વધુ ઓક્સિજન આપે છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ કે શાકભાજી માટે ગાડી પાછી વાળે એ પપ્પા..  ગંજીફામાં જોકર પાનું એટલે પપ્પા.. ઘરમાં પગ મૂકતાં જ આપણી ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા..  પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા વડીલ કે જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે. દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવારથી સાંજ સુધી વાટ જોવી પડે અને દીકરીની વિદાય વખતે જેને શોધવા જવા પડે એ પપ્પા.. દીકરીની વિદાય વખતે પપ્પા કદાચ એટલે જ આઘા-પાછા થઈ જતા હશે. કારણ કે એકવાર આ લાગણીઓરૂપી અશ્રુબંધ તૂટે તો પછી શહેરના શહેર...

બત્તડ મર્યો છે; નમ્યો નથી..

Image
  બત્તડ મર્યો છે; નમ્યો નથી.. ભારતભૂમિની આ ગુર્જરધરામાં અનેક સપૂતો હોમાઈ ગયા; વતન પ્રેમને ખાતર. ઘણાં એવા વીર જોદ્ધા(યોદ્ધા) પણ થઈ ગયા કે જેના મસ્તક મા ભોમના ખોળામાં સુઈ ગયા હોય ને એમના ધડ લડતાં હોય! જેમાંના ઘણાં સપૂતો લેખકોની કલમે નોંધાઈ ગયા. આજના આ ટેકનોલોજી અને રંગમંચના જમાનાએ કેટલાક અદ્ભૂત પાત્રોને રજૂ પણ કર્યાં. બટ, આજની આ ફાસ્ટ એન્ડ એજયુકેટેડ જનરેશન પાસે ઈતિહાસના પાના ફેરવવાનો સમય જ ક્યાં છે ! આજે વાત કરવી છે એક એવા સપૂતની કે જે વ્યક્તિ ગૂગલથી માંડીને કોઈ પણ સર્ચએન્જિનમાં નહી હોય. અને ક્યાંક ભાગ્યવશ એમનું નામ આવી પણ ગયું તો એ ફકત એક ફકરા પૂરતું સીમિત હશે. એ તો સારું થયું કે એ મર્દની નોંધ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ઉર્ફે ' ધૂમકેતુ ' ની કલમે ઈતિહાસના પાનાઓમાં કંડારાઈ ગઈ. અનાયાસે એ જ પુસ્તક - " રાયકરણ 'ઘેલો " મારા હાથે ચડી ગયું. એટલે એમાના અમુક અંશો આપ સહુ વાંચક મિત્રો સમક્ષ મુકવાનો પ્રયત્ન કરું છે. એક ઊંચો કદાવર, પાંચ હાથ પૂરા થાય તેવો, ઉગ્ર, કોઈ મોટા ડુંગરના ભીષણ ઊંચા ખડક જેવો, માણસ. એના ચહેરા ઉપર કડકાઈભરેલી હઠીલી રેખાઓનો કોઈ સુમાર ન હતો. એના જાડા, ટૂંકા વાળ એણે...

સ્મિતની કમાણી..!

Image
" સ્મિતની કમાણી " " વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે..." વૈષ્ણવ જન એટલે અહી કોઈ ચોક્કસ સંપ્રદાયની કે ધર્મની ઓળખ એવી વાત નથી. બીજાના દુઃખમાં સુખનો ટેકો આપી ભાગીદાર થાય એ જ સાચો વૈષ્ણવજન, એ જ માનવતા. ઈશ્વરે આપણને સૌને માનવ તો બનાવ્યા પણ એમાં પાછળ 'તા' શબ્દ આપણા ચારિત્ર્ય પરથી લાગશે. પછી એ માનવ માનવતાના શણગારથી શોભી ઊઠશે. જેટલા અંશે માનવ છે એની સાપેક્ષે માનવતા કેટલા અંશે વિચરી ?? કમાણી.. કમાણી... કરીને અત્યારે રૂપિયા પાછળ માનવે આંધળી દોટ મૂકી છે. આ દોડધામમાં ને દોડધામમાં માનવ માનવતાના શણગાર સજવાનું જ ભૂલી ગયો. સ્મિતની કમાણી કરવાનું તો રહી જ ગયું ! પૈસાથી પોતે કરેલી મોજ, મજા ને જલસાનો આનંદ અમુક ઘડીઓ સુધી જ ટકે. પરંતુ આપણા દ્વારા કોઈના ચહેરા પર સ્મિતની રેખાઓ ઝળકી ઉઠે એ આનંદ અને એ બેલેન્સ, એ સ્મિતની કમાણી જીવનભર ટકે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેટ્રો દ્વારા તેનાં પ્રેસિડન્ટ ડો. શ્રી અતુલભાઈ પરીખ, પ્રોજેક્ટ ચેરમેન શ્રી મિલનભાઈ શાહ, સર્વિસ પ્રોજેક્ટ પ્રેસિડન્ટ ડૉ. ઋત્વિબેન શાહના અધ્યક્ષ સ્થાન હેઠળ તેમજ જૈન સોશિયલ ગ્રુપ જામનગર અને શિવાનંદ આશ્રમ જેવી પ્રેરક સંસ્...

પૃથવી દિવસ (22 April) || Earth day

Image
પૃથ્વી દિવસ  આપણે આપણા ઘરને કેટલું સ્વચ્છ ને સાફ-સૂફ રાખીએ છીએ ! ઘરમાં મમ્મીએ હમણાં હમણાં પોતા કર્યા હોય તો રખડીને ઘરના ફળિયામા આગમન થાય ને મમ્મીની આંખ આપણા સામુ ફરે એટલે સમજી જ જઈએ કે વ્યવસ્થિત પગ ધોયા વગર એન્ટ્રી એપ્રુવલ નહી થાય. એમાંય ઘરમાં પતિ- પત્ની બે જણા જ રહેતાં હોય, અને પત્નીદેવીએ માંડ- માંડ વાળી ચોળી ઘરની ઓસરી અરીસા જેવી ચળકાટ મારતી કરી હોય, પોતા કર્યાં હોય, ઓસરીનો ભીનો ભાગ સુકાયો ન હોય ત્યારે એમના હસ્બન્ડજી બહારથી આવે ને ખબર પડે કે ઘરની ઓસરી પોતાવાળી ભીની છે. ત્યારે વિના બોલ્યે ચૂપ-ચાપ ઘરની બહાર પત્ની સામે પરાણે મલકાઈને જે પાંચ-દસ મિનિટ પતિદેવ ઊભા રહે એ જોવા જેવું હોય..!   આપણે આપણું ઘર સ્વચ્છ રાખવાની બાબતમાં આટલી બધી તકેદારી રાખીએ છીએ ; તો શું આ પૃથ્વી એ આપણું ઘર નથી..? ફરક ફક્ત એટલો જ કે આપણું ઘર રાત-દિવસ એક કરી કમાયેલ પૈસાના ખર્ચે બંધાયું છે. જ્યારે ઈશ્વરે આપણને આવડું મોટું ઘર એક પણ રૂપિયો લીધા વગર સાવ ફ્રી ઓફ કોસ્ટ આપ્યું છે. પૈસાથી બાંધેલું ઘર આપણે સ્વચ્છ રાખીએ અને ઈશ્વરે મફતમાં આપેલા ઘરમાં આપણે પ્રદૂષણ ફેલાવીએ, આ તે વળી કેવી વિચારશીલતા ?? મિત્રો, આજે 22 એ...

આ તે કેવી પરીક્ષા..? || Examination

Image
પરીક્ષા..! (Examination) હેલ્લો... નમસ્કાર... કેમ છો તમે ? આશા કરું છું કે બધા મજામાં જ હશો. ઘણા દિવસથી મારા શબ્દોની મુલાકાત તમારી સાથે નથી થઈ શકી, એ માટે આપનો ક્ષમાપ્રાર્થી છું. હવે એમાં એવું છે ને કે છેલ્લા એક મહિનાથી ચોતરફ પરીક્ષાનો માહોલ છે, એટલે હું પણ પરીક્ષાના કામકાજમાં ગૂંચવાઈ ગયેલો. આજે થયું કે, લાવ જરા તમને શબ્દ સંગાથે મળી જ લઉ. પ્રાથમિકની પરીક્ષા, માધ્યમિકની પરીક્ષા, બોર્ડની પરીક્ષા, કોલેજની પરીક્ષા અને એમાંય બાકી રે'તું હતું તે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા... એટલે હવે તો વાતાવરણમાં જ પરીક્ષા શબ્દ એટલી હદે ભેળવાઈ ગયો છે કે શ્વાસમાં પણ પરીક્ષા આવી જાય. ખેર ! આપણને વાલીઓ કે શિક્ષકો પાસેથી નાનપણથી જ એવું સાંભળવા મળ્યું છે કે, " બેટા ! આ વખતે મહેનત કરી લે, બોર્ડની પરીક્ષા પછી તો જલસા જ છે. " હું પણ એ જ રાહમાં બેઠો હતો અને હજુ પણ એ જ રાહમાં છું કે, ક્યારે પરીક્ષા પૂરી થાય ?? " દોડતો જ રહ્યો હું એમ વિચારીને ; કે આગળ તો બસ વિરામ જ છે ને..." બસ, એટલી જ ખબર છે કે આગળ વિરામ છે પણ એ વિરામનો સમય અને સ્થાન હજુય મને નથી ખબર ! પરીક્ષાઓનો અંત તો હજી પણ નથી જ આવ...