"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ...

પૃથવી દિવસ (22 April) || Earth day


પૃથ્વી દિવસ 


આપણે આપણા ઘરને કેટલું સ્વચ્છ ને સાફ-સૂફ રાખીએ છીએ ! ઘરમાં મમ્મીએ હમણાં હમણાં પોતા કર્યા હોય તો રખડીને ઘરના ફળિયામા આગમન થાય ને મમ્મીની આંખ આપણા સામુ ફરે એટલે સમજી જ જઈએ કે વ્યવસ્થિત પગ ધોયા વગર એન્ટ્રી એપ્રુવલ નહી થાય. એમાંય ઘરમાં પતિ- પત્ની બે જણા જ રહેતાં હોય, અને પત્નીદેવીએ માંડ- માંડ વાળી ચોળી ઘરની ઓસરી અરીસા જેવી ચળકાટ મારતી કરી હોય, પોતા કર્યાં હોય, ઓસરીનો ભીનો ભાગ સુકાયો ન હોય ત્યારે એમના હસ્બન્ડજી બહારથી આવે ને ખબર પડે કે ઘરની ઓસરી પોતાવાળી ભીની છે. ત્યારે વિના બોલ્યે ચૂપ-ચાપ ઘરની બહાર પત્ની સામે પરાણે મલકાઈને જે પાંચ-દસ મિનિટ પતિદેવ ઊભા રહે એ જોવા જેવું હોય..!  


આપણે આપણું ઘર સ્વચ્છ રાખવાની બાબતમાં આટલી બધી તકેદારી રાખીએ છીએ ; તો શું આ પૃથ્વી એ આપણું ઘર નથી..? ફરક ફક્ત એટલો જ કે આપણું ઘર રાત-દિવસ એક કરી કમાયેલ પૈસાના ખર્ચે બંધાયું છે. જ્યારે ઈશ્વરે આપણને આવડું મોટું ઘર એક પણ રૂપિયો લીધા વગર સાવ ફ્રી ઓફ કોસ્ટ આપ્યું છે. પૈસાથી બાંધેલું ઘર આપણે સ્વચ્છ રાખીએ અને ઈશ્વરે મફતમાં આપેલા ઘરમાં આપણે પ્રદૂષણ ફેલાવીએ, આ તે વળી કેવી વિચારશીલતા ??


મિત્રો, આજે 22 એપ્રિલ એટલે કે પૃથ્વી દિવસ (અર્થ ડે). થોડી પૂર્વભૂમિકામાં જઈ અને પછી આપણે આગળ વાત વધારીએ.


પ્રથમ પૃથ્વી દિવસ માટેનો વિચાર :


સેનેટર ગેલોર્ડ નેલ્સન, વિસ્કોન્સિનના જુનિયર સેનેટર, યુનાઇટેડ સ્ટેટ્સમાં બગડતા વાતાવરણ વિશે લાંબા સમયથી ચિંતિત હતા. પછી જાન્યુઆરી 1969 માં, તેમણે અને અન્ય ઘણા લોકોએ સાન્ટા બાર્બરા, કેલિફોર્નિયામાં મોટા પાયે તેલના પ્રકોપને જોયો. વિદ્યાર્થી વિરોધી યુદ્ધ ચળવળથી પ્રેરિત, સેનેટર નેલ્સન વાયુ અને જળ પ્રદૂષણ વિશે ઉભરતી જાહેર સભાનતા સાથે વિદ્યાર્થીઓના યુદ્ધ-વિરોધી વિરોધની ઉર્જા ફેલાવવા માગતા હતા. સેનેટર નેલ્સને રાષ્ટ્રીય મીડિયામાં કોલેજ કેમ્પસમાં શીખવવાના વિચારની જાહેરાત કરી, અને પીટ મેકક્લોસ્કીને, એક સંરક્ષણ-વિચાર ધરાવતા રિપબ્લિકન કોંગ્રેસમેનને તેમના સહ-અધ્યક્ષ તરીકે સેવા આપવા માટે સમજાવ્યા. તેઓએ કેમ્પસ ટીચ-ઇન્સનું આયોજન કરવા માટે ડેનિસ હેયસ, એક યુવા કાર્યકરની નિમણૂક કરી અને તેઓ 22 એપ્રિલ પસંદ કરે છે, જે સ્પ્રિંગ બ્રેક અને ફાઇનલ પરીક્ષાઓ વચ્ચે આવતા અઠવાડિયાનો દિવસ છે, જેથી મહત્તમ વિદ્યાર્થીઓની સહભાગિતા વધે. તમામ અમેરિકનોને પ્રેરણા આપવાની તેની ક્ષમતાને ઓળખીને , હેયસે સમગ્ર દેશમાં ઘટનાઓને પ્રોત્સાહન આપવા માટે 85નો રાષ્ટ્રીય સ્ટાફ બનાવ્યો અને ટૂંક સમયમાં જ સંગઠનો, વિશ્વાસ જૂથો અને અન્યની વિશાળ શ્રેણીને સમાવવા માટેના પ્રયાસને વિસ્તૃત કરવામાં આવ્યો. તેઓએ નામ બદલીને અર્થ ડે (પૃથ્વી દિવસ) રાખ્યું, જેણે તરત જ રાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું, અને સમગ્ર દેશમાં તે જીલ્યું. આ છે પૃથ્વી દિવસ ઊજવવા પાછળની ભૂમિકા. જે જાણવી જરૂરી હતી.


હવે, આપણને એમ પણ થાય કે હું એકલો એક નાનકડું પ્લાસ્ટિકનું કાગળિયું ગમે ત્યાં ફેકી દઉં, હું એકલો વાહનોની પી.યુ.સી. કરાયા વગર ચલાવું, હું એકલો પાન- મસાલો ખાઈને ગમે ત્યાં પાનની પિચકારી બોલાવું.... એમાં શું ફરક પડી જવાનો ? મારા એકલાથી થોડું કાંઈ પ્રદૂષણ ઓછું થવાનું છે ? પણ દોસ્ત, બધા જ લોકો આમ વિચારે તો શું હાલત થાય..? આવી વિચારસરણીને કારણે જ આજે ઓઝોનનું ગાબડું વધ્યું છે.


1976 માં, વાતાવરણીય સંશોધનો દર્શાવે છે કે ઓઝોન સ્તર ઉદ્યોગ દ્વારા છોડવામાં આવતા રસાયણો, મુખ્યત્વે ક્લોરોફ્લોરોકાર્બન (CFCs) દ્વારા ક્ષીણ થઈ રહ્યું છે. ઓઝોન અવક્ષયને કારણે યુવી કિરણોત્સર્ગમાં વધારો થવાથી પૃથ્વી પરના જીવનને જોખમમાં મૂકાયું છે, જેમાં મનુષ્યમાં ત્વચાના કેન્સરમાં વધારો અને અન્ય ઇકોલોજીકલ સમસ્યાઓનો સમાવેશ થાય છે.


મિત્રો, આપણી વિચારસરણી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલીએ. જો બધા જ એમ વિચારે કે હવેથી હું કચરો બહાર નહીં ફેકું કચરાપેટીમાં જ નાખીશ, જ્યાં ત્યાં થૂંકીશ નહીં, વાહનોની પી.યુ.સી. કરાવ્યા પછી જ ચલાવીશ, બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરું, અને આ સાથે પાંચ R ને પણ અનુસરીશ (refuse, reduce, reuse, repurpose, and recycle)... તો પ્રદૂષણને ફેલાવાની તક જ કેવી રીતે મળે ?  


ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ માનવ માત્રને શિક્ષાપત્રીમાં કહ્યું છે : 

स्थानेषु लोकशास्त्राभ्यां निषिद्धेषु कदाचन ।

मलमूत्रोत्सर्जनं च न कार्यं ष्ठीवनं तथा ।।३२।।

અર્થાત્  , લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યાં એવાં સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી-બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિષે કયારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહિ. ।।૩૨।।(શિક્ષાપત્રી શ્લોક- ૩૨)


બીજી એક નાનકડી પણ ખાસ અને મહત્વપૂર્ણ વાત. મોટાભાગે એવું થતું હોય છે કે વડીલ, આગેવાન વ્યક્તિ અથવા તો કોઈક જવાબદાર વ્યક્તિ માત્ર સ્વચ્છતા અંગેનું ભાષણ આપી છુટ્ટા. એ મુજબની દેખરેખ કે આચરણનું સ્તર સાવ ખાલી ખમ..! 


પ. પૂ. સદ્ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં ભણતા વિદ્યાર્થીઓને ફક્ત કથાવાર્તાથી જ સામાજિક જીવનના પાઠ નથી ભણાવતા પરંતુ પોતે જાતે વિદ્યાર્થીઓ સાથે સાવરણો લઈ અને સાફ- સફાઈ કરી અને વિદ્યાર્થીઓને સ્વચ્છતાના પાઠ શીખવે છે. કેમ કે શ્રોતાને ઉપદેશકના ઉપદેશ કરતા ઉપદેશકનું આચરણ વધારે અસર કરે છે.


આજે, પૃથ્વી દિવસને વિશ્વના સૌથી મોટા બિનસાંપ્રદાયિક પાલન તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે, જે દર વર્ષે એક અબજથી વધુ લોકો દ્વારા માનવ વર્તણૂકમાં ફેરફાર કરવા અને વૈશ્વિક, રાષ્ટ્રીય અને સ્થાનિક નીતિમાં ફેરફાર કરવા માટેની કાર્યવાહીના દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.


હવે, સ્વચ્છ પર્યાવરણ માટેની લડાઈ વધતી જતી તાકીદ સાથે ચાલુ છે, કારણ કે આબોહવા પરિવર્તનના વિનાશ દરરોજ વધુને વધુ સ્પષ્ટ થઈ રહ્યા છે. 


પરમાત્માએ સરસ મજાની સૃષ્ટિનું સર્જન કર્યું છે, એને હાનિ પહોંચાવાનો આપણને કોઈ અધિકાર નથી, એના જતનની ફરજ આપણા સૌની છે.


~ MEET BHAGAT 

Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

"......."