"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

“ જતું કરો, જાતે કરો, જીવવાની મજા આવશે ” || forget people mistakes and own work do it yourself, will be fun to live



જતું કરો, જાતે કરો, 

જીવવાની મજા આવશે.


માઉન્ટ આબુની ટોચ સુધી પહોંચવાનો વિચાર કર્યા પછી પર્વત પર ચડવાની શરૂઆત ન કરો ત્યાં સુધી પહોંચી શકાય ખરા..? 

માઉન્ટ આબુ કે ગિરનાર પર્વત ચડતી વખતે બિનજરૂરી સામાન સાથે રાખો તો શું હાલત થાય..?

આગળ વધવા અને ઉંચે સુધી જવા બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ કરવો પડે, નહિતર અધવચ્ચે ભારનો થાક વધતો જાય. કોઈની ભૂલોને યાદ રાખવાથી વગર જોતો માનસિક બોજ બમણો થાય છે.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજી જ્યારે વનવાસ બાદ પરત ફર્યા ત્યારે સૌપ્રથમ માતા કૈકૈયીના ચરણસ્પર્શ કર્યા. કેટલું વિશાળ દિલ કહેવાય !

ક્યાંક આપણું ધાર્યું ન થયું હોય તો નકામું મન પર ન લેવું. જતું કરવું, પડતું મૂકવું. બધી પરિસ્થિતિઓમાં દર વખતે દરેક જગ્યાએ આપણે કહીએ એમ જ થાય એ જરૂરી નથી. આપણા પથદર્શક, માતા-પિતા કે કોઈ આપણા હિતેચ્છુ હિતની વાત કરે અને ત્યાં આપણો મત ખોટો પડતો હોય ત્યારે એ વાત સ્વીકાર્ય રાખવી જોઈએ. ઘણી વખત આપણને એવો ખોટો વહેમ હોય છે કે, “હું કોઈનાથી કમ છું..! જતું કરે ઈ આ નહિ…”

હસ્તિનાપુરના રાજ દરબારમાં દુર્યોધન પાસે ખાલી પાંચ ગામની માંગણી મૂકી હતી. પાંડવો વતી પ્રસ્તાવ મૂકનાર સ્વયં શ્રીકૃષ્ણ હતા. પરંતુ દુર્યોધન સોયના નાકાં જેટલુંય જતું કરી શક્યો..? પછીનાં પરિણામથી આપ પરિચિત છો.

જ્યારે જતું કરવામાં નાનપ લાગે ત્યારે એકવાર પોતાને કહેવું કે,

“કેટલું સરસ નાટક માણસ કરે છે, તોય ઈશ્વર રોજ માફ કરે છે ને રોજ પ્રેમ કરે છે.”

નિજખાતું ખોલીને ક્યારેક જોઈએ તો ખ્યાલ આવે, દિવસ દરમ્યાન નાની-મોટી કેટલીયે ભૂલો થતી હોય છે. ઈવન અમુક તો મંદિરમાં જઈને જ માવો ઓપન કરે, તોય ભગવાને ક્યારેય એમનાં પર ગુસ્સો કર્યો હોય એવું બન્યું..? પ્રભુ એમ સમજીને જતું કરે કે, ભલે વ્યસન કરે પણ મારા મંદિરે તો આવે છે ને..! બાકી ઈશ્વરને પણ એમ થતું હોય, મેં આને આટલું કિંમતી શરીર સાવ મફતમાં આપ્યું છે તોય આ વ્યસન કરીને અમૂલ્ય શરીર બગાડે છે !

પારિવારિક સબંધોમાં જો પ્રત્યેક વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે તો ૯૯ ટકાં ઝઘડાંનો નિકાલ આપોઆપ થઈ જાય. મોટાભાગની તકરારોના મૂળમાં પોતાનો અહમ પકડી રખ્યો હોય છે એટલે નિરાકરણ નથી આવતું.

સામેવાળા વ્યક્તિની પણ ફરજ બને કે એ ભૂલનું પુનરાવર્તન ન કરવું. એની ઉદારતાને એની કમજોરી ગણવાની ગેરસમજ ન કરવી.

રોબર્ટ એટકિનનું એક સરસ વાક્ય છે, “આનંદ એટલે સારી તબિયત અને ખરાબ યાદશક્તિ."

જમીને ઓડકાર આવ્યા પછી થાળી-વાટકો ઉપાડીને વાસણ માંજવાની જગ્યા સુધી પહોંચાડવાનું કામ માત્ર સ્ત્રીઓનું જ છે, એવું કોઈ પણ ગ્રંથથી માંડીને સંવિધાનની એકેય કલમના વિશેષાધિકારમાં લખાયું હોય તો ખબર નથી..!

અમીર માણસો પોતાનું કામ કરવાં નોકરિયાતો રાખે. રસોઈ બનાવવી, વાસણ ધોવા અને કચરા-પોતા કરવાં માટે અલગથી માણસો રખેલાં હોય. કપડાં ધોવા સ્પેશ્યિલ વોશિંગ મશીન. ત્યાં સુધી તો ઠીક હવે તો પોતાના બાળકો સાચવવાં માટે બીજાને હાયર કરે બોલો લ્યો..!

આઝાદીની લડાઈથી માંડી ભારતના મહાત્માનું બિરુદ પામ્યા પછી પણ પોતે પહેરવાના વસ્ત્રો કાંતવા જાતે ચરખો ચલાવે. વડાપ્રધાન પદ ધરાવતા મોદી સાહેબ હાથમાં ઝાડું લઈને સફાઇ કરે ને સ્વચ્છતાનો સંદેશ દેશ સુધી પહોંચાડે. પોતાનું કામ જાતે કરવામાં આ લોકોને નાનપ નથી લાગતી, તો આપણને શેની નાનપ લાગે??  

સ્વાસ્થ્ય માટે દિવસ દરમ્યાન થોડો પરસેવો પાડવો પણ જરૂરી છે. “હાડકું નમાવવું જ ન પડે એવી દિનચર્યા અને ઘરચર્યા બલ્ડપ્રેશરને આંમત્રણ આપે છે.” – ગુણવંત શાહ

ભગવાન સહજાનંદ સ્વામીએ માત્ર ઉપદેશની વાતો જ નથી કરી, પોતાનું કામ જાતે કરીને પોતાનાં આચરણથી સૌને શીખવ્યું પણ છે. વર્ણીરાજ જ્યારે લોજનાં આશ્રમમાં હતાં ત્યારે આશ્રમનો ચોક વાળ્યો છે, લોજપુરની ગલીઓમાં ઘેર-ઘેર જઈ ભિક્ષાય માંગી છે. અને સંપ્રદાયની ધર્મધુરા સંભાળ્યા પછી લાખો સંતો-હરિભક્તોને પંક્તિમાં પીરસીને રેલમછેલ જમાડ્યાં પણ છે.

જેમના દુહા-છંદોના પડછંદા રાજદરબારમાં રાજાને મંત્રમુગ્ધ કરી દેતાં અને દરરોજે અડધો મણ સોનું શરીર પર શોભતું હોય એ લાડુદાનજીની કાયાએ ભગવીકંથા ધારણ કર્યા પછી કવિસમ્રાટ બ્રહ્માનંદમુનિ ઘેર ઘેર ભિક્ષા માંગવા જાય, અન્ન ન મળે તો હરિઈચ્છા સમજી સેવાકાર્યમાં લાગી જાય.   

ઉંચા આસને પહોંચ્યાં પછી પોતાનું કામ જાતે કરવાનો આગ્રહ રાખીએ તો જ નમ્રતા જળવાય. “મજાથી જીવન જીવવું હોય તો કોઈની ભૂલને જતી કરો અને પોતાનું કામ જાતે કરો, આઠે પહોર અનેરો આનંદ આવશે.” – પૂ.ગુરૂજી    

Comments

A Very Popular Blogs

Introduction

ધર્મનો મર્મ..|| धर्मो रक्षति रक्षितः

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર ..? ॥ Learning without load in heavy learning ..?