"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

વાયા...! (Article)





" વાયા...! "


સામેથી આવતી એક બસના બોર્ડમાં મારી નજર એકા-એક વાયા શબ્દ પર પડી. મારા માટે વાયા શબ્દની સૌપ્રથમ ઓળખાણ એટલે બસમાં લાગેલું બોર્ડ- વાયા : સરખેજ, ઇસ્કોન,ગાંધીનગર. પછી તો વાંચવામાં અને સાંભળવામાં અનેક વખત વાયા શબ્દ આવ્યો. 

વાયા શબ્દનો સીધો સાદો ગુજરાતી અર્થ થાય-'ત્યાં થઈને.' ટૂંકમાં પ્રથમ છેડાથી લઈને વચમાં કોઈ બિંદુમાંથી પસાર થઈ અને અંત સુધી પહોંચે એ માર્ગના મધ્યબિંદુઓ એટલે વાયા.

આપણે સૌ બસથી માંડીને જીવનસૂત્રો સુધી આ વાયા શબ્દ સાથે ટેવાઈ ગયા છીએ, જે ખુદને પણ ખબર નથી. અરે..! ત્યાં સુધી કે કોઈ આપણી જ વાત/પદ્ધતિ કોઈ દ્વારા વાયા થઈને પહોંચે પછી જ આપણે એને સ્વીકાર્ય ગણીએ. વાયાનું વ્યસન થઈ ગયું છે - એમ કહું તો જરા પણ ખોટું નહીં.. આજે થોડા સચોટ પ્રમાણ સાથે જ વાત કરીએ. આમ પણ આજે અભ્યાસક્રમમાં વિદેશીઓએ સાબિત કરેલી વાત વધુ ભણાવાઈ રહી છે.

ગોરાઓ આપણા દેશમાંથી ઉત્પાદન થતી વસ્તુઓ પોતાના દેશમાં લઈ જઈ મેન્યુફેક્ચરિંગ કરી અને પછી ડબલ ભાવે આપણને જ ભટકાડતાં - એવી સ્થિતિ આજે જીવનસુત્રોની પણ થઈ છે.

આપણે આપણાઓનું તો માનતા જ નથી. જ્યારે કોઈ બહારનો વ્યક્તિ સાબિત કરીને કહેશે કે, સાત્વિક અને ઘરેલુ આહાર લેવો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને શક્તિવર્ધક છે પછી જ આપણે ઘરનો પૈષ્ટિક આહાર લેવાનો ચાલું કરીશું, ત્યાં સુધી બહારનું જે તે ન ખાવાનું નહીં છોડીએ.


આપણા વડીલ બાપ-દાદાઓ ખેતીવાડીએ પગપાળા ચાલીને જતા અને આપણને પણ મીઠી ભલામણ કરે, વાડીએ આંટો મારવા ચાલીને જજો તો થોડીક કસરત થાય, હાલવું શરીર માટે સારું કે'વાય. પણ ના... આપણે એમ કાંઈ થોડાં માની લઈ, બિકોઝ વી આર એજ્યુકેટેડ જનરેશન..! બટ, જ્યારે એ જ વાત કોઈ અજાણ્યો વિદેશી સાબિત કરી બતાવે કે, દિવસ દરમિયાન શરીરના સ્વાસ્થ્ય માટે ચાલવું જ જોઈએ. તો એ વાત તરત સ્વીકારી લઈએ. પાછું ત્યાં સુધી નહીં...! સ્પેશિયલ સમય કાઢી વોકિંગ કરવા નીકળી પડે.


આગાઉના લેખમાં વાત કરી એમ, સેલ્ફ લવ તરત સમજાય પણ અંતર્મુખ વૃત્તિ કહીએ તો ન સમજાય. જ્યારે અંતરમુખ વૃત્તિ શબ્દ તો આપણાં શાસ્ત્રોમાં ઋષિઓ દ્વારા વારસામાં મળેલ છે જે આપણને કો'ક બીજા આવીને કે' પછી જ ગણકારીએ... એમાંય અમુક નાસ્તિક લોકોને પરમાત્મામાં જરા જેટલી પણ શ્રદ્ધા ન હોય. ઈશ્વર જેવું તત્વ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. પથ્થરની મૂર્તિ સામે પ્રણામ કરવાથી, એની સામે પ્રાર્થના કરવાથી એમ કાંઈ બધું સાર્થક થઈ જતું હશે..! પરંતું જ્યારે ગત કોરોના મહામારીમાં એ પ્રભુની મૂર્તિ પાસે કરેલી પ્રાર્થના જ કામ લાગેલી ત્યારે ઘણા નાસ્તિકોને પ્રભુ પ્રત્યે વિશ્વાસ બંધાયેલો અને એવું સ્વીકારવું પડેલું કે ઈશ્વર જેવું કાંઈક દૈવી તત્વ આ દુનિયામાં છે ખરું.!


સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર આજના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ હમણાં- હમણાં સંશોધન કરી સાબિત કર્યું. જ્યારે વર્ષો પહેલાં તુલસીદાસ રચિત હનુમાન ચાલીસામાં આ બાબતે સચોટ માહિતી આપેલી જ છે. -

પૃથ્વીથી સૂર્યના અંતરની સચોટ આગાહી:

હનુમાન ચાલીસામાં લખ્યું, 

“યુગ સહસ્ત્ર યોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફળ જાનુ”. 

અર્થાત્ શ્રી હનુમાને ભાનુને મળવા માટે યુગ x સહસ્ત્ર x યોજન સુધી દૂર દૂરની યાત્રા કરી છે, સૂર્ય તેને મધુર ફળ માનીને. હવે, યુગ, સહસ્ત્ર, યોજના એ એવા શબ્દો છે જે હનુમાનજીએ સૂર્યને મળવા માટેનું અંતર નક્કી કર્યું છે. પ્રાચીન ભારતીય ગ્રંથોએ અંતર, વજન અને સંખ્યાઓને એટલી હદ સુધી નામો આપ્યા છે કે જેની આધુનિક લોકો ક્યારેય કલ્પના કરી શકતા નથી.


પ્રાચીન ગણતરીઓ અનુસાર, હનુમાન ચાલીસામાં જણાવ્યા મુજબ,


1 યુગ = 12,000 વર્ષ


1 સહસ્ત્ર = 1,000


1 યોજના = 8 માઇલ


યુગ x સહસ્ત્ર x યોજના = 12,000 x 1,000 x 8 માઇલ = 96,000,000 માઇલ


જ્યાં 1 માઇલ = 1.6 કિલોમીટર


96,000,000 માઇલ x 1.6 કિલોમીટર = 153,600,000 કિલોમીટર સૂર્ય સુધી.



આજના બાળકથી માંડીને કોઈપણ એજ્યુકેટેડ વ્યક્તિને પૂછવામાં આવે, વિમાનના શોધક(સર્જક) કોણ છે ? અરે..! મેં તો ગૂગલબાબાને ભી પૂછ્યું..! પ્રત્યુરમાં - રાઈટ બ્રધર્સ(ઓરવીલ અને વિલબર). મિત્રો..! આ વિમાનનું સંશોધન અત્યારના સમયમાં થયું હોય તો આશરે ૫૦૪૧ ઇ. સ. પૂર્વે રામાયણકાળમાં માતા સીતાનું હરણ કરનાર રાવણ પાસે પુષ્પક વિમાન કયાંથી આવે ? દોસ્તો..! થોડી કસ્તી લઈ પ્રાચીન ભારતને પૂછીએ. બૃહસ્પતિના પુત્ર અને ગુરુ દ્રોણના પિતામહ મહર્ષિ ભારદ્વાજે આ શોધખોળ મહાભારતના યુદ્ધ પહેલા (આશરે 3300 ઈ.સ. પૂર્વે)કરેલી છે. મહર્ષિ ભારદ્વાજ રચિત યંત્ર સર્વસ્વ નામના ગ્રંથમાં આ બાબતે બધી વિસ્તૃત માહિતી આપેલી છે. જેમાં હવા, પાણી અને જમીન પર ઊડી શકે એવાં વિમાનોનો ઉલ્લેખ છે. એને અગ્નિ, પાણી તથા માનવીય અનિયંત્રણથી બચાવવાં જરૂરી સાધન વિશે પણ જણાવાયું છે. એમની કળાત્મકતા અને વિમાન અંગેનાં લખાણોએ દુનિયાભરનાં મોટા મોટા એવિએશન એન્જિનિયર્સને અચંબિત કરી મૂક્યા છે. ઋષિ ભારદ્વાજ દ્વારા આલેખાયેલાં વિમાનોની રચના આજનાં એરોપ્લેન કરતાં જટિલ છે. એમણે વિમાનોને ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે : (1) પૃથ્વી પર એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરી શકે એવાં વિમાનો. (2) એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર પ્રવાસ કરી શકે એવાં વિમાનો. (3) એક બ્રહ્માંડમાંથી બીજા બ્રહ્માંડમાં પહોંચી શકે એવાં વિમાનો. ભારદ્વાજ ઋષિનાં લખાણોને ઘણા લેખકો અને અનુવાદકો (પાણિની, કૌટિલ્ય, વગેરે) દ્વારા ચકાસવામાં આવ્યા. 1973ની સાલમાં, ટી.કે. એલપ્પા અને પંડિત સુબ્રય શાસ્ત્રીની મદદથી જી. આર. જોસ્યેર (મૈસુર સ્થિત ‘ઇન્ટરનેશનલ એકેડમી ઓફ સંસ્કૃત ઇન્વેસ્ટિગેશન’નાં ડિરેક્ટર)એ અંગ્રેજીમાં અનુવાદ કર્યો. વૈમાનિક શાસ્ત્રમાં હવા, પાણી અને જમીન પર ઊડી શકે એવાં વિમાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તદુપરાંત, આવાં વિમાનોને અગ્નિ, પાણી તથા માનવીય અનિયંત્રણથી બચાવવાં જરૂરી સાધન-સામગ્રી વિશે પણ જણાવાયું છે. તૂટી ન શકે એવા વિમાન (અભેદ્ય), અગ્નિની કોઇ અસર ન થાય એવા વિમાન (અદાહ્ય) અને વિશ્વની કોઇ ધાતુ વડે ભેદી ન શકાય તેવાં વિમાન (અછેદ્ય) વિશેનાં વર્ણનો વિસ્તારપૂર્વક લખાયાં છે! તેમાં આર્કિટેક્ચર, ડિઝાઇન તેમ જ માસ-મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી કુલ 41 કૃત્રિમ ભાગ તથા 16 પ્રાકૃતિક તત્ત્વોનો ઉપયોગ કરી, કુદરતી આફતો તેમ જ દુશ્મન સૈન્યનો સામનો કરી શકે એવાં વિમાનો બનાવવાની ટેક્નિક અપાઈ છે! વિમાનોમાં પીળાશ પડતા સફેદ રંગનું ઇંધણ ઉપયોગમાં લેવાતું હોવાનો પણ ઉલ્લેખ મળી આવ્યો છે. કેટલાક લેખકોનું માનવું છે કે, આ ઇંધણ એ ગેસોલિનનો જ એક પ્રકાર હોઇ શકે! કેટલાકનું કહેવું છે કે, ઇંધણમાં પારા (મરક્યુરી)નું મિશ્રણ ભળેલું હોવું જોઇએ. વિમાન ચલાવનાર પાઇલટ વિશે પણ વૈમાનિક શાસ્ત્ર ઘણું જણાવે છે. વિમાનનાં સંતુલિત ઉડ્ડયન માટે કઈ વસ્તુનું ધ્યાન રાખવું, સૂર્યશક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો, આપદા વખતે શું સાવધાની વર્તવી, શત્રુ સામે બચાવ કેવી રીતે કરવો અને કુદરતી આફતો જેમ કે, વાવાઝોડાં અને વીજળીથી વિમાનનું રક્ષણ કઈ રીતે કરવું એ તમામ બાબતોને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી છે! આજની ભાષામાં જેને ‘ટેક ઓફ’, ‘લેન્ડિંગ’ કહે છે એવી કુલ 32 વિદ્યાઓ પર વિજય મેળવ્યા પછી વ્યક્તિને વિમાન ચલાવવા યોગ્ય ગણવામાં આવતો! આ 32 વિદ્યાઓમાં ચાલુ વિમાને યુદ્ધ લડવાની કળાઓ પણ સામેલ હતી. ‘શત્રુવિમાન કંપનક્રિયા’ તેમ જ ‘શત્રુવિમાન નાશનક્રિયા’નાં વર્ણનો અત્યંત રોચક અને રોમાંચક છે. વૈમાનિક શાસ્ત્રને આજના મોડર્ન-યુગ સુધી પહોંચાડવા માટે ‘એરોનોટિકલ રિસર્ચ ડેવલપમેન્ટ બોર્ડ’ દ્વારા ‘એકેડમી ઓફ સંસ્કૃત રિસર્ચ’ હેઠળ એક વર્ષનો ખાસ કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વૈમાનિક શાસ્ત્ર પર પુનઃઅભ્યાસ હાથ ધરાયો. થોડાં વર્ષો પહેલાં ચીનનાં પુરાતત્ત્વશાસ્ત્રીઓને તિબેટનાં લ્હાસા જિલ્લામાંથી સંસ્કૃત ભાષામાં લખાયેલું કેટલુંક પૌરાણિક સાહિત્ય મળી આવ્યું, જેને યુનિવર્સિટી ઓફ ચંડીગઢનાં સંસ્કૃત મહાપંડિત પાસે મોકલી અપાયું. પુષ્કળ રીસર્ચ બાદ ત્યાંના એક વૈજ્ઞાનિક ડો. રૂથ રૈને જણાવ્યું કે તિબેટમાંથી મળી આવેલા આ રહસ્યમય સંસ્કૃત-સાહિત્યમાં એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જવાની સ્પેસશિપ વિકસાવવાની ટેક્નોલોજી અંગે માહિતી છે! સ્વામી દયાનંદ સરસ્વતી અને વૈજ્ઞાનિક આચાર્ય ભારદ્વાજે પણ ગુરુત્વાકર્ષણબળની વિરુદ્ધ દિશામાં (એક પ્રકારની સિદ્ધિ, જેને સંસ્કૃતમાં ‘લઘિમા’ કહે છે!) ઊડી શકનારાં પૌરાણિક વિમાનોની વાતને માન્ય ઠેરવી છે. કુલ 25 પ્રકારનાં વિમાનોનો ઉલ્લેખ પુરાણોમાં છે : શકુન, સુંદર, રૂક્મ, મંડળ, વક્રતુંડ, ભદ્રક, રૂચક, વિરાજક, ભાસ્કર, અજાવર્ત, પૌષ્કળ, વિરાંચિક, નંદક, કુમદ, મંડર, હંસ, શુકાસ્ય, સૌમ્યક, ક્રૌંચક, પદ્મક, સ્યામિક, પંચબાણ, ઔરિયાયન, પુષ્કર અને કોદંડ.


ભૌતિક વિજ્ઞાનમાં મહત્વનો વિષય એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ. જેના સર્જન પાછળ સર્જકની એક ઘટના પણ સમાયેલી છે. ઝાડ પરથી અચાનક એક સફરજન નીચે બેઠેલા ન્યુટન પર ખરી પડ્યું ને એ ઘટના પરથી ન્યૂટને દુનિયાને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો. એવું આજના અભ્યાક્રમો મુજબ ભણાવવામાં આવે છે. પરંતુ મહાન ગણિતજ્ઞ અને જયોતિષી આચાર્ય શ્રી ભાસ્કરાચાર્યજીએ (૧૧૧૪ - ૧૧૮૫) આ નિયમ આજથી વર્ષો પહેલા શોધી કાઢ્યો 'તો. ભાસ્કાચાર્યજી રચિત સિદ્ધાંત શિરોમણી નામના ગ્રંથમાં વિસ્તૃત સાબિતી સહિત આ નિયમનો પહેલેથી જ ઉલ્લેખ કરેલો છે. 

 

ગુરુત્વાકર્ષણનો નિયમ હોય કે પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર, વિમાનની શોધ હોય કે શારીરિક વ્યાયામ આ બધાયનું મૂળ તો આપણાં ભારતીયમાંથી જ ઉદભેલું ને જોડાયેલું છે. પણ એની એ જ વાત કો'ક બહારના વિદેશી પાસે વાયા થઈ, થોડી મેન્યુફેક્ચરિંગ થઈ અને આપણી પાસે આવે તો જ આપણે સ્વીકાર્ય કરીએ અને વળી એનો તમામ જશ પણ એ બહારના વિદેશીને જ આપી દઈ ; કેવું ગજ્જબ કે'વાયને..!


Comments

A Very Popular Blogs

Introduction

ધર્મનો મર્મ..|| धर्मो रक्षति रक्षितः

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર ..? ॥ Learning without load in heavy learning ..?