"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

વ્યસ્તતા... (Article)


 "વ્યસ્તતા..."

"તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો, તે અન્ય કોલ પર વ્યસ્ત છે, કૃપા કરી થોડીવાર પછી ફરી પ્રયાસ કરો..."

આપણે જ્યારે કોઈ વ્યક્તિને કોલ કરીએ ત્યારે એમનો કોલ કોઈ અન્ય કોલ પર વ્યસ્ત હોય ત્યારે આ મુજબની કોલટ્યુન અવશ્ય સાંભળવા મળે. મારા મત મુજબ માણસને સૌથી વધુ જો વ્યસ્ત શબ્દ સાંભળવા મળતો હોય તો એ છે આ કોલટ્યુન પર.

વ્યસ્ત શબ્દનો અર્થ અંગ્રેજી ભાષામાં બીઝી(busy) એવો થાય. ઘણી બધી વખતે આપણા કર્ણપટને એવું સાંભળવા મળ્યું હશે કે, "સોરી.. આઈ એમ વેરી બીઝી."

જ્યારે ગણિતમાં વ્યસ્ત શબ્દનો અર્થ થાય છે વિરુદ્ધાર્થી. ગણિતના દાખલાઓમાં વ્યસ્ત સંખ્યા કે વ્યસ્ત સંબંધનો વારે ઘડીએ ઉપયોગ થાય છે. જે હું ને તમે સૌ કોઈ જાણીએ છીએ અને શીખી પણ ગયા છીએ.

આમ તો અંગ્રેજીમાં થતો વ્યસ્તનો અર્થ અને ગણિતમાં થતો વ્યસ્તનો અર્થ આ બંને ભાષામાં થતા વ્યસ્તના અર્થનું આગળ જતા કોઈ એક કેન્દ્રબિંદુએ છેદાણ થાય છે.

હા..! હા..! હું સમજુ છું, તમારા મનમાં પણ એ જ પ્રશ્ન ઉદ્ભવ્યો હશે કે, "અંગ્રેજી અને ગણિતના વ્યસ્તને શું લેવા-દેવા છે ?"

પણ દોસ્ત...! શરૂઆતના દ્રષ્ટિકોણમાં ત્રિકોણના પાયા સાથે બે અલગ-અલગ છેડે થતું જોડાણ અને આગળ જતા એ જ ત્રિકોણના પાયા પર રહેલા બંને છેડાના બે વેધનું થતું છેદાણ એટલો જ સંબંધ અંગ્રેજી અને ગણિતના વ્યસ્તને છે.

આજ દિન સુધી આપણે સાંભળતા આવ્યા છીએ, "કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ.."

વાત પણ સાચી છે, જેમને પણ કાંઈ મળ્યું છે એમને કંઈક ને કંઈક ગુમાવ્યું જ છે. એ ચાહે પછી પરિવાર સાથેનો સમય હોય, સંબંધ હોય, સંપત્તિ હોય કે પછી કોઈ પોતાને મનગમતું વ્યક્તિ હોય.

કોઈપણ કાર્યમાં સફળતાના શિખરોની ટોચ સુધી પહોંચવા માટે તેમાં આપણે આપણું સો ટકા હોમી દેવું જોઈએ. પણ જ્યારે વ્યક્તિ કોઈ એક કાર્યમાં મશગૂલ થઈ જાય છે, એ કાર્યમય થઈ જાય છે ત્યારે કેવળ પોતાનું લક્ષ જ નજરે દેખાય છે. પછી એને બીજું કાંઈ ભાન રહેતું નથી. રાત્રી-દિવસ એક જ ધૂનમાં મગ્ન રહે છે કે, મારે બસ મારા લક્ષ્ય સુધી પહોંચવું જ છે. એ લક્ષ ચાહે પછી સંપત્તિનું હોય, સત્તાનું હોય, પ્રતિષ્ઠાનું હોય કે કોઈ સારા ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન બનવાનું હોય. જેને હાલમાં સોશિયલમીડિયા પર કહેવામાં આવે છે, "કુછ કરને કા પાગલપન.."

આપણું બીઝી હોવું એ ઘણી વખત વ્યસ્ત સંબંધનું સર્જન કરતું હોય છે.

હા...! હું સમજુ છું કે ઘણી વખત નોકરી, પરિવાર અને સપનાઓ વચ્ચે આપણી હાલત ગુજરાતીની કહેવત , "એક સાંધતા, તેર તૂટ્યા.." જેવી થઈ જતી હોય છે.  

જેમ કે ઘણી બધી વખત એવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે કે, લક્ષ માટે પરિવારથી વિખૂટું રહેવું પડતું હોય છે. અથવા ધંધા-વ્યવસાયમાં વધારો થતા પરિવારના સભ્યો, માતા-પિતા, પત્ની-પુત્રો સાથે સમય વ્યતિત કરી શકાતો નથી. હજુ વધારે મેળવી લેવું... આ એક જ તમન્ના હોય છે.

ઓફિસથી ઘર, ઘરથી ઓફિસ... આ જ ડેઈલી રૂટીન અને વળી રવિવારે પાછું એક્સ્ટ્રા વર્ક. જ્યારે સવારે ઓફિસ જાય ત્યારે છોકરા સુતા હોય અને ઓફિસથી ઘેર આવે ત્યારે પણ છોકરા સુતા હોય. કદાચ અડધા મહિનામાં ભાગ્યે જ કોઈક એવો દિવસ હોય કે જે દિવસે પરિવાર સાથે બેસીને, પુત્ર-પત્ની, માતા-પિતા સાથે સમૂહ ભોજનનો આનંદ માણી શકે.

અરે..! એટલી બધી ઉતાવળ છે કે, જેના માટે કરીએ છીએ એને જ સમય ના આપી શકીએ? આ તે વળી કેવી વ્યસ્તતા..!

જ્યારે કોઈનો બહુ સમય પછી કોલ આવે યા તો કોઈને ઘણા સમય પછી રૂબરૂ મળવાનું થાય ત્યારે આ વાક્ય રચનાનો સામનો દરેકે પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક તો કરેલો જ હોય છે- "તમે તો બહુ મોટા માણસો, તમે સાહેબ થઈ ગયા પછી અમને બોલાવતા પણ નથી, અમારા જેવા નાના માણસોને તો સાવ ભૂલી જ ગયા.!"

આ વાક્ય સાંભળ્યા પછી સાંભળનાર વ્યક્તિ (શ્રોતા) પાસે પોતાનું આગવું ટેલેન્ટ તો અવશ્ય હોય છે કે, તેનો જવાબ હસતા મુખારવિંદે આપીને તે વાતના અંતે હળવેકથી પૂર્ણવિરામ મૂકી દે. આ પરિસ્થિતિનો અનુભવ અને દર્શન મારા માયલા ઘણા બધા લોકોએ કર્યું હશે.

ભાગ્યે જ કોઈક એવો વ્યક્તિ હશે, જેને એવો મિત્ર મળ્યો હોય કે પછી એવો આદર્શ પરિવાર મળ્યો હોય છે, જે સામે વાળાની બીઝી હોવાની પરિસ્થિતિ સમજી શકે છે અને વ્યસ્ત સંબંધનું સર્જન થતું નથી. આપણે પણ કાંઈ ઓછા ભાગ્યશાળી નથી હો..!

જે-જે લોકોએ પોતે સફળતાના ચડાવો પાર કરી લીધા છે, કદાચ એમની પાસે જઈને જો દિલ ખોલવાની તક આપવામાં આવે અને પૂછવામાં આવે કે, "જ્યારે તમે તમારા સફળતાના ચડાવો પાર કરવામાં બીઝી હતા. ત્યારે એક પણ વખત વ્યસ્ત સંબંધનું સર્જન થયું છે કે નહીં ? કદાચ એનો જવાબ આપતા-આપતા એમની આંખના ખૂણે એક નાનું એવું અશ્રુનું બિંદુ આવી જાય ખરા..!

મારા મત મુજબ આનું સોલ્યુશન એ છે કે, નોકરી, પરીવાર અને સપનાઓ આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આગળ વધો. ભલેને થોડું ઓછું કમાઈ શકીએ, ઓછું મેળવી શકીએ પરંતુ દિવસમાં અમુક ટકા સમય તો પોતાના મિત્રો માટે, પરિવાર માટે, માતા-પિતા, પુત્ર-પત્ની માટે અવશ્ય ફાળવીએ. નહીં તો આપણી વ્યસ્તતા, મળેલી સફળતામાં એકલતાનો અનુભવ જરૂર કરાવશે.. 


Comments

A Very Popular Blogs

Introduction

ધર્મનો મર્મ..|| धर्मो रक्षति रक्षितः

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર ..? ॥ Learning without load in heavy learning ..?