Posts

Showing posts from January, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

સંધ્યા સંગાથે || Evening

Image
"સંધ્યા સંગાથે" જ્યારે હિરણ્યકશિપુની તપશ્ચર્યાથી ભગવાન તેના પર પ્રસન્ન થયા ત્યારે તેણે અમરત્વ પ્રાપ્ત કરવા એવું વરદાન માંગેલુ કે, “દિવસે ન મરું, રાતે ન મરું, લીલે ન મરું, સૂકે ન મરું, લાકડાથી ન મરું, લોખંડથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, પશુ-પક્ષીથી ન મરું…. વગેરે વગેરે માંગણીઓ વરદાનમાં મૂકી. ભગવાને કહ્યું, “તથાસ્તુ!” જેમ હિરણ્યકશિપુ ભૂલી ગયો તેમ કેટલાક કોર્પોરેટ પર્સન પણ ભૂલી જાય છે કે ચોવીસ કલાકના આઠ પ્રહરમાં સંધ્યા જેવો પણ એક સમય હોય છે. દિવસ અને રાતનું મિલન થતો નજારો જોવાનું કેટલાકના ભાગ્યમાં લખાયું જ નથી હોતું. સવારે કામ રાતે આરામ અને સમય મળે ત્યારે પેટપૂજા. એ લોકોને ચાર દિવાલો વચ્ચેની હવા વધુ માફક આવી ગઈ હોય છે.  સંધ્યા અર્થાત સંધિ થવી. સંધ્યા એ મિલનનો પર્યાય છે કેમ કે તેનું સર્જન પ્રભાત અને રજનીના મિલનનું કેન્દ્ર છે. દિવસ ઉગતે સૂરજ એકદમ તાજગીના મિજાજમાં હોય છે, આપણી પજવણીના કારણે બપોર પડતા લાલઘૂમ થઈ જાય અને સાંજ પડતા એ બધું જ ભૂલીને એકદમ શાંત ને નિર્મળ થઈ જાય. જીવાત્મા માંહે ત્યાગ અને વૈરાગ્ય ઉદય થવામાં સંધ્યા મુખ્ય ભાગ ભજવે છે. સમી સાંજનો સમય જિંદગી...

Self love = અંતર્મુખ વૃત્તિ...! (ભૌતિકતાની સાથે અધ્યાત્મિકતા.)

Image
  "Self love = અંતર્મુખ વૃત્તિ...! "       ગત છેલ્લા અમુક દિવસોમાં મને જો સૌથી કોઈ વધુ શબ્દ સાંભળવા મળ્યો હોય તો એ છે - " સેલ્ફ લવ(Self love). " મિત્રો પાસેથી, મોટીવેશન સેમિનારોમાં, મોટીવેશનલ સ્પીકરો પાસેથી, સલાહકારો તરફથી મળતી મફતની સલાહોમાં, દૈનિક અખબારોમાં, કોઈ જૂથ ચર્ચામાં કે ફોન પર વાતોમાં... એટલી હદે અને એટલી વખત આ શબ્દ સાંભળ્યો કે આખરે મને સેલ્ફ લવ શબ્દના ઊંડાણ સુધી જાણવા મજબુર કરી જ દીધો. સેલ્ફ લવ એક અંગ્રેજી શબ્દ છે. જેનો ગુજરાતીમાં સીધો સાદો અર્થ થાય છે - ખુદને પ્રેમ કરવો.  જે લોકો ખરેખર પોતાના જીવનમાં સેલ્ફ લવ કરવાની બાબતમાં પોતાના સ્તર પર ગ્રોથ કરી રહ્યા છે. એ લોકો પાસેથી ` સેલ્ફ લવ શું છે ? ' એ બાબતે વધુ જાણકારી લેવાનો પ્રયત્ન કર્યો. બધા લોકોએ પોતાના મત પ્રમાણે જે અભિપ્રાયો રજૂ કર્યા. એ વાત પરથી હું એક એ નિષ્કર્ષ સુધી પહોંચ્યો કે, સેલ્ફ લવ એટલે ખુદને પ્રેમ કરવો. બહારના લોકો મારા વિશે શું વિચારશે..? , મને કેવો જજ કરશે.. ? એની ચિંતા ન કરતા પરમાત્માએ આપેલી કળા કૌશલ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરવું. ટૂંકમાં, `જેને દુનિયાના અભિપ્રાયોથી ઓછો ફરક પડતો હોય એ સે...

એક અનોખી દુશ્મની...! DEAR દુશ્મન..

Image
  " એક અનોખી દુશ્મની " DEAR દુશ્મન...! `એવી તે વળી કેવી દુશ્મની...?' આ શીર્ષકનું નામ વાંચતાની સાથે તમને પણ આ પ્રશ્ન જરૂર થયો હશે.  દુશ્મન શબ્દ એ દોસ્તનો વિરુદ્ધાર્થી શબ્દ છે. સામાન્યતઃ આપણે જોયું કે અનુભવ્યુ હશે. દુશ્મનીમાં એકબીજા પ્રત્યે ઘૃણા ને નફરતનો ભાવ વધારે રહેલો હોય છે. કદાચ કુદરતના કમનસીબે બંને એકબીજા સામે મળી પણ જાય તો આંખો કરડી કરી મોં ફેરવી નાખતા હોય છે. ક્યારેક અચાનક કોઈ પ્રસંગે વર્ષો પહેલાંના દુશ્મનને વર્ષો પછી મળવાનું થાય ત્યારે બધાની સામે પોતાની દુશ્મની (નફરતનો ભાવ) છુપાવવાની કોશિશ બંને તરફથી થતી હોય છે ત્યાં વળી મોટો પ્રશ્ન એ ઊભો થાય, પોતાના દુશ્મનની સામે જઈને બધાની વચ્ચે વાત કરવાની શરૂઆત કયા મોઢે (એંગલથી) કરવી ? આ બધા દ્રશ્યો માનવીના આમ જીવનમાં મેં અને તમે સૌ કોઈએ અવશ્ય નિહાળ્યાં હશે. પણ આજે વાત કરવી છે એક સાવ અનોખી દુશ્મનીની. કદાચ તમને પણ આવી દુશ્મની ભાગ્યે જ જોવા મળી હશે. કે જે દુશ્મનીમાં નફરતની પાછળ પ્રેમ અને ઘૃણાની પાછળ હિત છુપાયેલું હોય. ચાલો.. જરા ડોકિયું તો કરીએ એવા પ્રસંગમાં. મહેશ અને ખગેશ નામના બે પાક્કા ભાઈબંધ હતા. બાળપણમાં સાથે રમેલા, સાથે જમેલ...

શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ.

Image
એક અદભુત કાર્યનું નવનિર્માણ... ` શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ. ' ("સંકલ્પ ગુરુદેવનો, સહકાર આપણા સૌનો...")      `વેદ વાંચવા સહેલા છે, પરંતુ કોઈની વેદના વાંચવી બહુ જ અઘરી છે અને જો કોઈની વેદના વાંચતા આવડી જાય તો ઈશ્વર મળી જાય.' ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ આ જ સૂત્રાર્થને આગળ વધારી ઘણા બધા દીન-દુ:ખીયાઓની સેવા કરતા અને કરાવતા. મહારાજની પૂજા કરવા આવેલ હરિભક્તો મહારાજ માટે જે પણ કાંઈ ચીજ-વસ્તુ, પદાર્થ લાવતા એ ભક્તનો ભાવ સ્વીકારી અને જરૂરિયાતમંદોને આપી દેતા. શ્રીજી સમકાલીન ઘણા ખરા એવા હરિભક્તના પરિવારો હતા, જેમને મહારાજની પૂજા કરવાનો અને સેવા કરવાનો ખૂબ જ ભાવ હતો પરંતુ તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. કહેવાય છે ને કે પ્રભુ ક્યારેય કોઈનું ઋણ રાખતા નથી. કણમાંથી મણ કરીને વળતું આપે છે. અંતરયામીથી શું અજાણ હોય...! દયાસિંધુ સહજાનંદ સ્વામી કણ જેટલું સ્વીકારી, મણ જેટલું આપતા. દુકાળ જેવી કપરી પરિસ્થિતિમાં પણ આ માનવ સમાજને પોતાના સમૃદ્ધ હરિભક્તો દ્વારા અન્ન, વસ્ત્ર પૂરા પડ્યાના પ્રસંગોની સાક્ષી સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો પુરે છે. આવા સોંઘા થયેલા ભગવા...