Posts

Showing posts from December, 2022

"મધુરભર્યા સત્યની સંગાથે..."

સંધ્યા સંગાથે || Evening

Image
"સંધ્યા સંગાથે" જ્યારે હિરણ્યકશિપુની તપશ્ચર્યાથી ભગવાન તેના પર પ્રસન્ન થયા ત્યારે તેણે અમરત્વ પ્રાપ્ત કરવા એવું વરદાન માંગેલુ કે, “દિવસે ન મરું, રાતે ન મરું, લીલે ન મરું, સૂકે ન મરું, લાકડાથી ન મરું, લોખંડથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, પશુ-પક્ષીથી ન મરું…. વગેરે વગેરે માંગણીઓ વરદાનમાં મૂકી. ભગવાને કહ્યું, “તથાસ્તુ!” જેમ હિરણ્યકશિપુ ભૂલી ગયો તેમ કેટલાક કોર્પોરેટ પર્સન પણ ભૂલી જાય છે કે ચોવીસ કલાકના આઠ પ્રહરમાં સંધ્યા જેવો પણ એક સમય હોય છે. દિવસ અને રાતનું મિલન થતો નજારો જોવાનું કેટલાકના ભાગ્યમાં લખાયું જ નથી હોતું. સવારે કામ રાતે આરામ અને સમય મળે ત્યારે પેટપૂજા. એ લોકોને ચાર દિવાલો વચ્ચેની હવા વધુ માફક આવી ગઈ હોય છે.  સંધ્યા અર્થાત સંધિ થવી. સંધ્યા એ મિલનનો પર્યાય છે કેમ કે તેનું સર્જન પ્રભાત અને રજનીના મિલનનું કેન્દ્ર છે. દિવસ ઉગતે સૂરજ એકદમ તાજગીના મિજાજમાં હોય છે, આપણી પજવણીના કારણે બપોર પડતા લાલઘૂમ થઈ જાય અને સાંજ પડતા એ બધું જ ભૂલીને એકદમ શાંત ને નિર્મળ થઈ જાય. જીવાત્મા માંહે ત્યાગ અને વૈરાગ્ય ઉદય થવામાં સંધ્યા મુખ્ય ભાગ ભજવે છે. સમી સાંજનો સમય જિંદગી...

31st..(article)

Image
 "31st..." 31st એટલે શું ? થર્ટી ફર્સ્ટ (31st)- ડિસેમ્બર મહિનાનો એક એવો આખરી દિવસ છે કે જે દિવસનું નામ સાંભળતા જ શહેરી જુવાનિયાઓના માનસપટપર ક્લબમાં પાર્ટી-ઈન્જોયનું દ્રશ્ય ખડું થાય. આજના ભારતીય જુવાનીયાઓને હૃદય પર હાથ મૂકીને એવા પ્રશ્નનો જવાબ આપવાનું કહેવામાં આવે કે - "જેટલો ઉત્સાહ થર્ટી ફર્સ્ટ ઉજવવાનો છે એટલો જ ઉત્સાહ જન્માષ્ટમી, દિવાળી કે બેસતુ વર્ષ ઉજવવાનો છે ? " કદાચ...! આ પ્રશ્નના જવાબમાં આપણા ભારતીય તહેવારોની ઉજવણીના ઉત્સાહનું પલ્લુ થોડુંક તો હલકું રહે ખરા...! આપણે ત્યાં આદાન-પ્રદાન શબ્દ છે, નહીં કે માત્ર આદાન...! જે દિવસે વિદેશી ગોરા લોકો જન્માષ્ટમીના દિવસે માથા પર ટોપલો મૂકી તેમાં બાલ-કૃષ્ણનું સ્વરૂપ પધરાવીને "નંદ ઘેરા નંદ ભયો..." ઉત્સાહભેર ઉજવે અને બેસતા વર્ષના દિવસે ઘેર-ઘેર નવા વરહના રામ... રામ.. કે સાલ મુબારક કહીને ઉજવે તે દિવસથી આપણને થર્ટી ફર્સ્ટના દિવસે ક્લબમાં જઇને પાર્ટી કરવાનો પૂર્ણ હક કહેવાય.  સ્વામી વિવેકાનંદજીનું એક વાક્ય મને ખૂબ જ ગમે છે - "તમે સ્કોટલેન્ડની વાઈન પીવા ઇચ્છતા હોવ તો પહેલા એ ભુરીયાઓને આપણી ખાટી છાશ પીવડાવતા શીખો....

વંદુ એ જગદીશને...(અભિપ્રાય)

Image
  "વંદુ એ જગદીશને..." અગાઉ ધોરણ ૭ માં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ભણી ગયેલ હાસ્ય નિબંધ "ફાટેલી નોટ.." ના લેખક ડો. શ્રી જગદીશભાઈ ત્રિવેદીના જીવન પર લેખક શ્રી મહેશભાઈ પઢારીયા સાહેબે પુસ્તક લખેલ છે. જેનું નામ છે - "વંદુ એ જગદીશને.." અને એ પુસ્તક વાંચ્યાં બાદ મને એ વિશે અભિપ્રાય આપવાની તક આપી એ બદલ ડો. શ્રી જગદીશભાઈ ત્રિવેદી સાહેબનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...   આ પુસ્તકના લેખક શ્રી મહેશભાઈ પઢારીયા સાહેબે ખરેખર ખૂબ સરસ રીતે સિક્કાની બંને બાજુનું વર્ણન નિખાલસ અને નિ:સંકોચતાથી કર્યું છે.  આ પુસ્તક મારા જેવા કરોડો યુવાનો માટે ખરેખર પ્રેરણાદાયી પુલ સાબીત થાય એમ છે. નાપાસ થયેલો જો નાસીપાસ ન થાય તો એ જીવનમાં ધારે તે કરી શકે છે. જેનું સૌથી મોટુ ઉદાહરણ આપીને જગા ઝેરોક્ષવાળાની સફરથી લઈને ત્રણ-ત્રણ વખત પી.એચ.ડી.ની ડીગ્રી કરીને ડો. શ્રી જગદીશ ત્રિવેદી નમાભિ ધારણ કરીને સાબિત કર્યું છે.  વળી ગુરુદેવો ભવઃ ની આપણી પ્રાચીન સંસ્કૃતિનું જગદીશભાઈએ દર્શન કરાવ્યું છે. ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા એક દિગ્ગજ કલાકાર પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબના શિષ્ય થઈને ખરાં અર્થમાં શિષ્યત્વ નિભા...

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

Image
 "સગપણ તો એક પરમાત્મા સાથે.." સગપણ અને સંબંધ આ બંને ઘણા નજીકના સમાનાર્થી શબ્દ છે.  "સંબંધ એટલે શું ?" આમ તો સંબંધના ઘણા બધા અર્થ થાય છે. પરંતુ આપણે અહીં સંબંધ એટલે સહ બંધન એવા અર્થમાં લઈએ. સામાન્ય રીતે જ્યારે કોઈનું સગપણ કરવાનું નક્કી થાય ત્યારે મોટેભાગે સંબંધ શબ્દ બોલાય છે. "અમારે અમારી દીકરી અથવા તો દીકરાનો સબંધ કરવાનો છે." તમે પણ ઘણી વખત આવું સાંભળ્યું જ હશે. પરંતુ, જો બહુ ઊંડાણપૂર્વક અને ચિંતનપૂર્વક વિચારીએ તો આપણને સમજાય કે આલોકનો સંબંધ આખરે ક્યાં સુધી...? માફ કરજો મિત્રો, અહીંયા મારો કહેવાનો અર્થ એ નથી કે આપણા હિતેચ્છુ અને આપણા સ્નેહીજનો સાથે સંબંધ રાખવો નહીં કે બાંધવો નહીં. ના..! એવું જરા પણ નથી. સૌની સાથે હળી મળીને સંપ, સ્નેહ અને સુહ્યદભાવ કેળવીને રહીએ તો જ જીવન જીવવાની મજા આવે. અને આનંદ આવે. પણ તકલીફ ત્યાં છે કે આપણે તેમાં ન બંધાવાની જગ્યાએ બંધાઈ જઈએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદગીતામાં કહ્યું છે કે, "જેનું સર્જન છે એનો નાશ પણ અવશ્ય છે જ." અર્થાત જન્મ થયો એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે.  આગળ ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ ભગવદગીતામાં એવું કહે છ...