Posts

Showing posts from January, 2024

"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

સ્વની શોધ.. ॥ The Discovery of Self

Image
“સ્વની શોધ..”      આપણે સર્ચ બારમાં ઘણું બધુ સર્ચ કરીએ છીએ. ચાલો આજે આપણે સ્વને સર્ચ કરીએ. સ્વની શોધ કરીએ. જોઇએ, શું આઉટપુટ આવે છે..! આપણા દરેકની અંદર એક અદ્ભૂત, કલાત્મક માણસ છુપાયેલો છે. જીવનયાત્રા દરમ્યાન તેની મુલાકાત કરવી ખૂબ જ આવશ્યક છે. જસ્ટ ઈમેજિન, જો મિ. મોહનદાસને દક્ષિણ આફ્રિકામાં મુસાફરી દરમ્યાન રેલવેના ડબ્બામાંથી ધક્કો દઈ અપમાન કરી બહાર કાઢવામાં ન આવ્યા હોત તો એ પોતાની અંદર રહેલા બાપુત્વને ઓળખી શકેત ખરા..? સ્વની શોધમાં સ્વને મળવા વિકટ પરિસ્થિતિ અને યોગ્ય માર્ગદર્શક મુખ્ય ભાગ ભજવે છે. જ્યારે હનુમાનજીને સીતામૈયાની શોધમાં જવાનું થયુ, ત્યારે વચ્ચે વિશાળ સમુદ્ર પાર કેમ કરવો? એ પ્રશ્ન હતો. એ વખતે જામવંતજીએ હનુમાનજીનો ખુદની સાથે પરીચય કરાવ્યો ને કહ્યું, “હે અંજનીપુત્ર ! આ સમુદ્ર તો આપની પાસે કશું નથી. તમે માત્ર એક જ છલાંગમા આને પાર કરી શકવાની શક્તિ ધરાવો છો.”   મહાભારતના રણમેદાનમાં યુદ્ધ પહેલા જયારે અર્જુન સ્વ જોવામાં ઝાંખો પઽયો ત્યારે અર્જુનના સારથી તરીકે ઉભેલા શ્રી કૃષ્ણએ અર્જુનની અર્જુન સાથે મુલાકાત કરાવી ને એમાંથી જે ઉદ્ભવ થયો એ જ ભગવદ ગીતા. ગીતા એટલે સ્વ તરફ દોરતો રસ્તો. આપ