Posts

Showing posts from October, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

શિરોમણી સરદાર || Sardar Patel

Image
" શિરોમણી સરદાર "         31 ઓક્ટોબર આવે ને આપણી અંદર સુતેલો દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિ અચાનક જાગી આવે. સરદાર સાહેબના સિદ્ધાંતોનું સ્ટેટસ- સ્ટોરીથી માંડી મોટા મોટા બેનરો લગાવી પ્રદર્શન કરવા લાગી પડીએ. સરદાર સાહેબની મૂર્તિ પર એક જ દિવસમાં ફૂલહારનો થર જામી જાય. ને 31 ઓક્ટોબર પછી......?? માફ કરજો મિત્રો, નાના મોઢે કડવી વાત થઈ ગઈ. પણ જરા હૃદય પર હાથ મૂકીને પોતાની જાતને પૂછીએ,- " સરદારના આદર્શો અને સિદ્ધાંતો આપણે આપણા આચરણ સુધી પહોંચાડી શક્યા છીએ ? કે પછી પ્રદર્શન સુધી જ રહી ગયા ?? "  " જે 31 ઓક્ટોબરે આપણી છાતી ગજ ગજ ફૂલે છે, એ વલ્લભભાઈની સરદાર સુધીની સફરનો અભ્યાસ આપણામાંથી કેટલાય કર્યો ?? " " જય સરદારના નારાઓ લગાવ્યા પછી, શું આપણે સરદારને સમજવાનો પ્રયત્ન કર્યો છે ?? " " ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ; બસ આટલા પૂરતું જ સીમિત છે, કે પછી લોખંડી પુરુષના કોમળ હૃદયને પણ વાંચવાનો પ્રયત્ન કર્યો છે ?? " છતાંય જો હૃદય સાચો જવાબ ન આપે તો આગળ આ પ્રશ્નો પણ પૂછજો - તો.... " હજુય દેશમાં સ્વચ્છતાનો અભાવ કેમ ?? "  " આ ભારત જેવાં પવિત્