Posts

Showing posts from September, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

ધર્મનો મર્મ..|| धर्मो रक्षति रक्षितः

Image
" ધર્મનો મર્મ...! " ધર્મ..! મહાભારત, રામાયણ, ભગવદ ગીતા, પુરાણો, શાસ્ત્રો, કોઈ ભાગવત કથાકાર કે પછી આસપાસ કોઈ વડીલોના મોઢે આ શબ્દ તમે અવશ્ય સાંભળ્યો હશે. પરમાત્માનું પૃથ્વી પર અવતરવા પાછળના કારણોમાંનું એક મહત્વનું કારણ એટલે ધર્મનું સ્થાપન. સાદી અને સરળ ભાષામાં ધર્મ એટલે કરવા યોગ્ય અને આચરવા યોગ્ય આચાર, વિચાર ને કર્તવ્ય. ટૂંકમાં સદાચાર. શાસ્ત્રોક્ત વિધિનિષેધ. સ્મૃતિઓમાં આચારને જ પરમ ધર્મ કહેલો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રી ગ્રંથમાં કહ્યું છે -  " શ્રી કૃષ્‍ણભગવાનની ભકિત તે ધર્મે સહિત જ કરવી એવી રીતે તે સર્વે સચ્‍છાસ્‍ત્રનું રહસ્‍ય છે." (શિક્ષાપત્રી-૧૦૨) " અને શ્રુતિ સ્‍મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો. (શિક્ષાપત્રી-૧૦૩) હસ્તિનાપુરના સિંહાસનનું રક્ષણ કરવું, એના પ્રત્યે વફાદાર રહેવું એ પિતામહ ભીષ્મનો ધર્મ હતો. એના પર આરૂઢ સમ્રાટના વિચારોનું અમલીકરણ કરવું એને જ ધર્મ માનેલો. સમય સંજોગો પ્રતિકૂળ થયા ને સિંહાસન પર કાર્યકારી રાજા તરીકે ધૃતરાષ્ટ્ર મહારાજાને નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાર બાદ ભીષ્મએ ભવિષ્યમાં પાંડવો સાથે થયેલા અન્યાય સામે