Posts

Showing posts from July, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

ડિયર ડાયરી || Latter to Diary

Image
ડિયર ડાયરી,           આજે તારા જ પાને તને સંબોધીને પત્ર લખી રહ્યો છું. તારા પેજને શબ્દોથી શણગારવું કોને ન ગમે! તું ખરેખર વિશાળ હ્રદયની છે. તું બધાયની સારી-નરસી વાતો પચાવી જાણે છે. અને કદાચ એટલે જ તું લોકોનું પ્રિય પાત્ર છું. શ્રીમદ ભગવદ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞતાનો ગુણ સિદ્ધ કરવાની વાત કરી છે તે ગુણ તને ગળથૂથીમાં મળેલો છે. કેમ કે તારામાં કોઈ પ્રેમનું નિરૂપણ કરે કે વિરહનું, તારો રંગ રંચ માત્ર બદલાતો નથી. મારે તને એક વાત પૂછવી છે – “લોકો પોતાની વાતો તને કહે છે. તું દરેકની વાતો સાચવીને રાખે છે પરંતુ તું તારી વાતો કોને કહે છે? શું તને ક્યારેય હૈયું હળવું કરવાનું મન નથી થતું? કોઈ ભારેખમ ભાવ વાળો શબ્દ તારા સુંવાળા પેજ પર આલેખી દે તો તને તે લાગણીઓનો વજન નથી લાગતો? તું એ લાગણીભીના શબ્દોને સમજી શકે છે ખરા?” લાગે છે કે ખાલી થવું તારા સ્વભાવમાં જ નથી. તે મનુષ્ય કરતા પણ ચડિયાતી મહાનતા આત્મસાત કરી છે. મને કોઈ પૂછે કે જ્ઞાનનો અખૂટ ભંડાર કોની પાસે છે? દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાની કોણ છે? તો હું એક જ શબ્દમાં પ્રત્યુત્તર આપું – ‘ડાયરી!’ કારણ કે તારી પા...

તસ્મૈ શ્રી ગુરુવે નમઃ || ગુરૂપૂર્ણિમા..

Image
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ  गुरूर्ब्रह्मा गुरूर्विष्णुः गुरूर्देवो महेश्वरः । गुरूर्साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः ।। ગુરુપૂર્ણિમા એટલે ગુરુઋણ માંથી મુક્ત થવાનો દિવસ. જીવનમાં જે પણ ઊંચાઈઓ સર કરી હોય એમાં ઘણા બધા લોકોનું ઋણ રહેલું હોય છે. એમાનું એક ઋણ એટલે ગુરુઋણ.. માતા-પિતા જન્મ આપે છે, જ્યારે ગુરુ જીવન આપે છે. પરમાત્મા સુધી પહોચવાની યાત્રામાં ગુરુ કડીરૂપ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :  तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया | उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन: ||4.34|| અર્થાત સદગુરુને શરણે જઈ સત્યને જાણવાનો પ્રયાસ કર. તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે. ભગવદ સંબંધી જ્ઞાન માટે ગુરુનું શરણ સ્વીકારવું શા માટે જરૂરી છે ? ઉપરોક્ત શ્લોકમાં બતાવ્યું એ મુજબ ગુરુએ જે સત્યને પોતામાં ઉતાર્યું છે, એ સત્યને જોવાનો અને જાણવાનો દ્રષ્ટિકોણ ગુરૂ જ આપી શકે છે. વાલીયા લુંટારાએ ચોરી, લૂંટફાટ જેવા અનેક કુકર્મો કર્યા હતાં પણ નારદજી જેવા સદગુરુના વચને એ બધાનો ત્યાગ કરી પ...