Posts

Showing posts from May, 2024

"મધુરભર્યા સત્યની સંગાથે..."

ડિયર ડાયરી || Latter to Diary

Image
ડિયર ડાયરી,           આજે તારા જ પાને તને સંબોધીને પત્ર લખી રહ્યો છું. તારા પેજને શબ્દોથી શણગારવું કોને ન ગમે! તું ખરેખર વિશાળ હ્રદયની છે. તું બધાયની સારી-નરસી વાતો પચાવી જાણે છે. અને કદાચ એટલે જ તું લોકોનું પ્રિય પાત્ર છું. શ્રીમદ ભગવદ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞતાનો ગુણ સિદ્ધ કરવાની વાત કરી છે તે ગુણ તને ગળથૂથીમાં મળેલો છે. કેમ કે તારામાં કોઈ પ્રેમનું નિરૂપણ કરે કે વિરહનું, તારો રંગ રંચ માત્ર બદલાતો નથી. મારે તને એક વાત પૂછવી છે – “લોકો પોતાની વાતો તને કહે છે. તું દરેકની વાતો સાચવીને રાખે છે પરંતુ તું તારી વાતો કોને કહે છે? શું તને ક્યારેય હૈયું હળવું કરવાનું મન નથી થતું? કોઈ ભારેખમ ભાવ વાળો શબ્દ તારા સુંવાળા પેજ પર આલેખી દે તો તને તે લાગણીઓનો વજન નથી લાગતો? તું એ લાગણીભીના શબ્દોને સમજી શકે છે ખરા?” લાગે છે કે ખાલી થવું તારા સ્વભાવમાં જ નથી. તે મનુષ્ય કરતા પણ ચડિયાતી મહાનતા આત્મસાત કરી છે. મને કોઈ પૂછે કે જ્ઞાનનો અખૂટ ભંડાર કોની પાસે છે? દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાની કોણ છે? તો હું એક જ શબ્દમાં પ્રત્યુત્તર આપું – ‘ડાયરી!’ કારણ કે તારી પા...

માં એ પ્રેમની યુનિવર્સિટી

Image
" માં એ પ્રેમની યુનિવર્સિટી " " જગતભરમાં જે સૌથી વધુ બોલાય છે, એ શબ્દ છે માં." - સ્વામી નિજાનંદ સૌથી નાનો અને બોલવામાં મીઠો લાગતો શબ્દ એટલે માં. કલમ જ્યારે માં વિશે આલેખવા જાય ત્યારે શબ્દો પણ લાગણીભીના થઈ પડે. બાળપણની યાદોનું પ્રતીક અને લાડુની મીઠાશ એટલે માં. કવિ કાગબાપુની કલમે નોંધ્યું, " મોઢે બોલું માઁ ત્યાં તો સાચેય નાનપ સાંભરે, મોટપ ની મજા મને કડવી લાગે કાગડા..! " રડતાં, હસતાં અને છાતીએ ચાંપતા માં ની આંખના ખૂણે બાઝેલું પ્રેમનું એક અશ્રુબિંદુ આંખ પલકારો મારે ત્યારે એ અમૃત આંખના ખૂણેથી ગાલ પર ભીના લીસોટા પાડતું બાળકના માથામાં ટપ દઈને સરી પડે એ દ્રશ્ય કાંઈક અદભુત હોય છે. હેલન કેલરે તો એવુ કહ્યું કે, "માતાના વિષયમાં હું શું, કેવી રીતે લખું કે બોલું? તે મારી એટલી નિકટ છે કે એના વિશે કંઇ પણ બોલવું વિકટ છે અને એમાં મને અસંસ્કારીતા લાગે છે." મનમાં પ્રશ્ન એ થાય કે, ક્લાસ વન- ટુ ઓફિસર બનવા માટે એની પરીક્ષા પાસ કરવી પડે. જોબ માટે ડીગ્રી જોઈએ. એમ કોઈ સ્ત્રીને માં બની માતૃત્વ સ્વીકારવા કઈ પરીક્ષા પાસ કરવી પડતી હશે? માતૃત્વની ડીગ્રી કઈ યુનિવર્સિટીમાં મળતી ...