Posts

Showing posts from June, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

ડિયર ડાયરી || Latter to Diary

Image
ડિયર ડાયરી,           આજે તારા જ પાને તને સંબોધીને પત્ર લખી રહ્યો છું. તારા પેજને શબ્દોથી શણગારવું કોને ન ગમે! તું ખરેખર વિશાળ હ્રદયની છે. તું બધાયની સારી-નરસી વાતો પચાવી જાણે છે. અને કદાચ એટલે જ તું લોકોનું પ્રિય પાત્ર છું. શ્રીમદ ભગવદ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞતાનો ગુણ સિદ્ધ કરવાની વાત કરી છે તે ગુણ તને ગળથૂથીમાં મળેલો છે. કેમ કે તારામાં કોઈ પ્રેમનું નિરૂપણ કરે કે વિરહનું, તારો રંગ રંચ માત્ર બદલાતો નથી. મારે તને એક વાત પૂછવી છે – “લોકો પોતાની વાતો તને કહે છે. તું દરેકની વાતો સાચવીને રાખે છે પરંતુ તું તારી વાતો કોને કહે છે? શું તને ક્યારેય હૈયું હળવું કરવાનું મન નથી થતું? કોઈ ભારેખમ ભાવ વાળો શબ્દ તારા સુંવાળા પેજ પર આલેખી દે તો તને તે લાગણીઓનો વજન નથી લાગતો? તું એ લાગણીભીના શબ્દોને સમજી શકે છે ખરા?” લાગે છે કે ખાલી થવું તારા સ્વભાવમાં જ નથી. તે મનુષ્ય કરતા પણ ચડિયાતી મહાનતા આત્મસાત કરી છે. મને કોઈ પૂછે કે જ્ઞાનનો અખૂટ ભંડાર કોની પાસે છે? દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાની કોણ છે? તો હું એક જ શબ્દમાં પ્રત્યુત્તર આપું – ‘ડાયરી!’ કારણ કે તારી પા...

પપ્પા એટલે..?? || Father's DAY Special

Image
  પપ્પા એટલે..?? જે છત નીચે આજે સુરક્ષિત રહો છો, મજા કરો છો, સુખ- ચેનનો અનુભવ કરો છો એ ઈમારતનો પાયો એટલે પપ્પા.. પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે! દરેક તહેવાર અને પ્રસંગોમાં ઘરમાં જેની સૌથી છેલ્લે એન્ટ્રી થાય એ પપ્પા.. પપ્પા એટલે પીપળાનું વૃક્ષ; સૈાથી વધુ ઓક્સિજન આપે છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ કે શાકભાજી માટે ગાડી પાછી વાળે એ પપ્પા..  ગંજીફામાં જોકર પાનું એટલે પપ્પા.. ઘરમાં પગ મૂકતાં જ આપણી ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા..  પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા વડીલ કે જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે. દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવારથી સાંજ સુધી વાટ જોવી પડે અને દીકરીની વિદાય વખતે જેને શોધવા જવા પડે એ પપ્પા.. દીકરીની વિદાય વખતે પપ્પા કદાચ એટલે જ આઘા-પાછા થઈ જતા હશે. કારણ કે એકવાર આ લાગણીઓરૂપી અશ્રુબંધ તૂટે તો પછી શહેરના શહેર...