Posts

Showing posts from May, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

સંધ્યા સંગાથે || Evening

Image
"સંધ્યા સંગાથે" જ્યારે હિરણ્યકશિપુની તપશ્ચર્યાથી ભગવાન તેના પર પ્રસન્ન થયા ત્યારે તેણે અમરત્વ પ્રાપ્ત કરવા એવું વરદાન માંગેલુ કે, “દિવસે ન મરું, રાતે ન મરું, લીલે ન મરું, સૂકે ન મરું, લાકડાથી ન મરું, લોખંડથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, પશુ-પક્ષીથી ન મરું…. વગેરે વગેરે માંગણીઓ વરદાનમાં મૂકી. ભગવાને કહ્યું, “તથાસ્તુ!” જેમ હિરણ્યકશિપુ ભૂલી ગયો તેમ કેટલાક કોર્પોરેટ પર્સન પણ ભૂલી જાય છે કે ચોવીસ કલાકના આઠ પ્રહરમાં સંધ્યા જેવો પણ એક સમય હોય છે. દિવસ અને રાતનું મિલન થતો નજારો જોવાનું કેટલાકના ભાગ્યમાં લખાયું જ નથી હોતું. સવારે કામ રાતે આરામ અને સમય મળે ત્યારે પેટપૂજા. એ લોકોને ચાર દિવાલો વચ્ચેની હવા વધુ માફક આવી ગઈ હોય છે.  સંધ્યા અર્થાત સંધિ થવી. સંધ્યા એ મિલનનો પર્યાય છે કેમ કે તેનું સર્જન પ્રભાત અને રજનીના મિલનનું કેન્દ્ર છે. દિવસ ઉગતે સૂરજ એકદમ તાજગીના મિજાજમાં હોય છે, આપણી પજવણીના કારણે બપોર પડતા લાલઘૂમ થઈ જાય અને સાંજ પડતા એ બધું જ ભૂલીને એકદમ શાંત ને નિર્મળ થઈ જાય. જીવાત્મા માંહે ત્યાગ અને વૈરાગ્ય ઉદય થવામાં સંધ્યા મુખ્ય ભાગ ભજવે છે. સમી સાંજનો સમય જિંદગી...

બત્તડ મર્યો છે; નમ્યો નથી..

Image
  બત્તડ મર્યો છે; નમ્યો નથી.. ભારતભૂમિની આ ગુર્જરધરામાં અનેક સપૂતો હોમાઈ ગયા; વતન પ્રેમને ખાતર. ઘણાં એવા વીર જોદ્ધા(યોદ્ધા) પણ થઈ ગયા કે જેના મસ્તક મા ભોમના ખોળામાં સુઈ ગયા હોય ને એમના ધડ લડતાં હોય! જેમાંના ઘણાં સપૂતો લેખકોની કલમે નોંધાઈ ગયા. આજના આ ટેકનોલોજી અને રંગમંચના જમાનાએ કેટલાક અદ્ભૂત પાત્રોને રજૂ પણ કર્યાં. બટ, આજની આ ફાસ્ટ એન્ડ એજયુકેટેડ જનરેશન પાસે ઈતિહાસના પાના ફેરવવાનો સમય જ ક્યાં છે ! આજે વાત કરવી છે એક એવા સપૂતની કે જે વ્યક્તિ ગૂગલથી માંડીને કોઈ પણ સર્ચએન્જિનમાં નહી હોય. અને ક્યાંક ભાગ્યવશ એમનું નામ આવી પણ ગયું તો એ ફકત એક ફકરા પૂરતું સીમિત હશે. એ તો સારું થયું કે એ મર્દની નોંધ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ઉર્ફે ' ધૂમકેતુ ' ની કલમે ઈતિહાસના પાનાઓમાં કંડારાઈ ગઈ. અનાયાસે એ જ પુસ્તક - " રાયકરણ 'ઘેલો " મારા હાથે ચડી ગયું. એટલે એમાના અમુક અંશો આપ સહુ વાંચક મિત્રો સમક્ષ મુકવાનો પ્રયત્ન કરું છે. એક ઊંચો કદાવર, પાંચ હાથ પૂરા થાય તેવો, ઉગ્ર, કોઈ મોટા ડુંગરના ભીષણ ઊંચા ખડક જેવો, માણસ. એના ચહેરા ઉપર કડકાઈભરેલી હઠીલી રેખાઓનો કોઈ સુમાર ન હતો. એના જાડા, ટૂંકા વાળ એણે...