Posts

Showing posts from February, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

વાયા...! (Article)

Image
" વાયા...! " સામેથી આવતી એક બસના બોર્ડમાં મારી નજર એકા-એક વાયા શબ્દ પર પડી. મારા માટે વાયા શબ્દની સૌપ્રથમ ઓળખાણ એટલે બસમાં લાગેલું બોર્ડ- વાયા : સરખેજ, ઇસ્કોન,ગાંધીનગર. પછી તો વાંચવામાં અને સાંભળવામાં અનેક વખત વાયા શબ્દ આવ્યો.  વાયા શબ્દનો સીધો સાદો ગુજરાતી અર્થ થાય-'ત્યાં થઈને.' ટૂંકમાં પ્રથમ છેડાથી લઈને વચમાં કોઈ બિંદુમાંથી પસાર થઈ અને અંત સુધી પહોંચે એ માર્ગના મધ્યબિંદુઓ એટલે વાયા. આપણે સૌ બસથી માંડીને જીવનસૂત્રો સુધી આ વાયા શબ્દ સાથે ટેવાઈ ગયા છીએ, જે ખુદને પણ ખબર નથી. અરે..! ત્યાં સુધી કે કોઈ આપણી જ વાત/પદ્ધતિ કોઈ દ્વારા વાયા થઈને પહોંચે પછી જ આપણે એને સ્વીકાર્ય ગણીએ. વાયાનું વ્યસન થઈ ગયું છે - એમ કહું તો જરા પણ ખોટું નહીં.. આજે થોડા સચોટ પ્રમાણ સાથે જ વાત કરીએ. આમ પણ આજે અભ્યાસક્રમમાં વિદેશીઓએ સાબિત કરેલી વાત વધુ ભણાવાઈ રહી છે. ગોરાઓ આપણા દેશમાંથી ઉત્પાદન થતી વસ્તુઓ પોતાના દેશમાં લઈ જઈ મેન્યુફેક્ચરિંગ કરી અને પછી ડબલ ભાવે આપણને જ ભટકાડતાં - એવી સ્થિતિ આજે જીવનસુત્રોની પણ થઈ છે. આપણે આપણાઓનું તો માનતા જ નથી. જ્યારે કોઈ બહારનો વ્યક્તિ સાબિત કરીને કહેશે કે, સાત્વિક